________________
વૈરાગ્યસમજરી
[પચમ આ વાર્તાને વિશેષ નિષ્કર્ષ દર્શાવતાં શાસ્ત્રકાર કર્થ છે કે જેમ મુંસુ માને વિષે આસક્ત અને ધના વડે અકાર્ય કરવામાં અટકાવાયેલે ચિલાતી. પુત્ર સેંકડે વ્યસનના ભંડારરૂપ મહાવીને પામ્યો, તેમ વિષય-સુખમાં મન રહેતે જીવ કર્મને વશ થઈ પાપાચરણ કરતે ભવાટવીમાં મહાદુઃખ પામે છે. ધના સાર્થવાહ, પુત્ર, અટવી, સુતાનું માંસ અને “રાજગૃહ” એને અનુક્રમે ગુરુ, સાધુ, ભવ, આહાર અને મેક્ષ સમજવાં. જેમ જંગલમાંથી બહાર નીકળી નગરમાં જવા માટે સાર્થવાહે અને તેના પાંચ પુત્રએ પુત્રીનું માંસ ખાધું, તેમ સાધુઓ ગુરુની આજ્ઞાથી ભવાટવી ઓળંગી શિવપુરી જવાને માટે, નહિ કે જીભના સ્વાદ કે વર્ણ, બળ કે રૂપની ખાતર આહાર કરે.
નન્દિષણને પ્રબન્ધ–
નદી ગામમાં એમિલ નામના બ્રાહ્મણને રોમિલા નામની પત્ની હતી. જન્મથી દરિદ્ર એવા આ દંપતીને નર્દિષેણ નામને પુત્ર થયે, પરંતુ તેને જન્મ થતાં તેમનું પરલેક ગમન થયું. આ બાળક ગમે તેમ કરીને ઉછરી તે આવ્યો, પરંતુ નખથી માંડીને તે શિખા સુધી તેનાં સર્વ અંગે કદરૂપાં હતાં, તેથી ગામનાં ઢેર પણ તેને જોઈને બીતાં હતાં. બિલાડી જેવાં તેનાં નેત્રે, ગણપતિ જેવું તેનું પેટ, ઉંટ જેવા લાંબા હેડ, હાથીની પિઠે બહાર નીકળેલા દાંત ઈત્યાદિ તેનાં કદરૂપ અવયવે તેની બેઠેલતામાં એ વધારો કરતા હતા કે તેના સગાંવહાલાં પણ તેને સત્કાર કરતાં ન હતાં. આખરે કંટાળીને નદિBણ પિતાના મામાને ઘેર ગયો. ત્યાં તેને ઢોર ચારવાનું કામ ઍપવામાં આવ્યું. બેડોળ હોવા છતાં તેને પરણવાના કેડ હતા. તેથી તેના મામાએ ઘણે ઘેર માંગાં કર્યા, પરંતુ કેઈ સ્થળેથી કન્યાની હા આવી નહિ. આથી નન્દિષેણ નારાજ થયે. તેને બળાપ કરતાં અટકાવવા માટે તેના મામાએ પિતાની સાત પુત્રીઓમાંથી એક પરણાવવાની કબૂલાત આપી, પરંતુ પુત્રીઓને તે વિષે પૂછતાં તેમાંથી એકે પરણવાને તૈયાર ન થઈ, એટલું જ નહિ કિન્તુ જોરજુલમથી પરણાવવામાં આવશે તે અમે આપઘાત કરીશું એમ તેમણે કહી સંભળાવ્યું. આ ઉત્તર સાંભળતાં ન—િણનાં તે હાંજા ગગડી ગયાં. નિરશામાં ને નિરાશામાં તે મામાનું ઘર છેડી ચાલતો થયો. કેઈ જાતને ઉપાય નહિ સૂઝવાથી તે આપઘાત કરવા વનમાં ગયે. ત્યાં પહાડ ઉપર ચઢી જે તે પૃપાપાત કરવા જાય છે ત્યાં તે “મા” એ શબ્દ તેના કાને પડે. આસપાસ જોયું પણ કઈ નહિ દેખાયાથી ફરી તેણે ઝુંપાપાતની તૈયારી કરી. આ વખતે પણ મા” શબ્દ સંભળાય. તપાસ કરતાં એક ઝાડ નીચે કાયોત્સર્ગ મુદ્રામાં કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org