________________
ગુચ્છક ]
સાનુવાદ
૪૯.
ગુરુદેવ છે, એટલે આવું અનિષ્ટ કાર્ય કરી અને જીવવા ઇચ્છતા નથી. મેટા પુત્ર પેાતાના દેહના ભાગ આપવા તૈયાર થયા ત્યારે બીજા નાના પુત્રાએ વાંધા લીધે, એમ આખરે પરસ્પર ખાઈ જવાની જ્યારે ના ફરી ત્યારે અંતમાં એવા તાડ કાઢવામાં આવ્યે કે જે સુંસમા મરી ગઇ છે તેનાં માંસ અને શણિતના આહાર કરી, જીવ જતા મચાવવે. આ પ્રમાણે કરી તેઓ પેાતાને નગરે ગયા.
આ તરફ એક હાથમાં તરવાર અને બીજા હાથમાં સુંનુમાનું માથું લઇ ચિલાતીપુત્ર ભય અને ખેદથી રસ્તા ભૂલી જવાથી એક જંગલમાં જઈ ચડયો. ભટકતાં ભટકતાં તેણે એક આકાશમાં ગમન કરનારા ( ચારણુ ) મુનિને કાયાત્સર્ગ–મુદ્રામાં જોયા. તેમની પાસે જઇ એણે કહ્યું કે સત્વર ધર્મનું સ્વરૂપ નિવેદન કર; નહિ તે આની માફક તારૂં મસ્તક છેદી નખીશ. મુનિએ યેાગ્ય જીવ જાણી ધ્યાન સમાપ્ત કરીને ઉપશમ, વિવેક અને સવર્ એ ત્રણ પો કહ્યાં અને તેઓ આકાશમાં ઉડી ગયા.
ચિલાતીપુત્ર તે વિચારમાં પડી ગયા કે આ મુનિએ મને શે! ને બતાવ્યા ? મારે આથી શું સમજવું? ઊંડે આલેચ કરતાં તેને માલૂમ પડ્યું કે ઉપશમ એટલે ક્રોધનુ' શમી જવું. આથી મારા હાથમાં જે તરવાર છે તે મારે ત્યજી દેવી જોઇએ એમ તેને સ્ફુર્યું. વિવેકને વિચાર કરતાં શું ગ્રહણ કરવું અને શું છેડવું એનુ' તેને ભાન થયુ, એટલે એણે તરત જ સુંસુમાનું મસ્તક નીચે મૂકી દીધું. સંવર વિષે ઊહાપેાહ કરતાં પાંચ ઇન્દ્રિયાને અને મનને વશ કરવા એવા અર્થ તેને સૂઝગ્યો. આથી સ્વેચ્છાચાર ત્યજીને તેણે તે જ મુનિના પગને સ્થાનકે પેાતાના પગ મૂકી કાયાત્સગ કર્યાં અને એવે અભિહુ લીધે કે જ્યાં સુધી મને સ્ત્રીહત્યા યાદ આવે ત્યાં સુધી મારે ધ્યાનમાં રહેવું.
સદ્ભાવનામાં મશગૂલ ખરેલા આ મુનિવરનુ શરીર લેાહીથી ખરડાયેલું હતું એટલે કીડીએ તેના ઉપર ચઢી અને ચટકા મારવા લાગી, એટલુંજ નહિ પણ તે કીડીઓએ તેા ફાલી ફાલીને એનું આખુ શરીર ચાળણીના જેવું છિદ્રવાળું મનાવી દીધું. પગને તળીએથી પેસી મસ્તકમાં છિદ્ર પાડી ત્યાંથી નીકળતી કી આએ એને ત્રાસ આપવામાં કચ્ચાસ ન રાખી, પરંતુ આ તે ત્રિપદીના તાનમાં એવા તલ્લીન બની ગયા હતા કે અઢી દિવસ સુધી આવી અસહ્ય વેદના સમભાવે તેમણે સહન કરી અને દેહ પડતાં તેએ દેવલોક પામ્યા, ધર્મરાગ હાય તે! આવા જ હાજો.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org