________________
ભાનુવાદ
ગુચ્છક ] ચિલાતીપુત્રનું ચરિત્ર–
સ્પષ્ટી–જ્ઞાતાધર્મકથાંગના પ્રથમ શ્રુતસ્કન્ધના ૧૮ મા અધ્યયનમાં ચિલાતીપુત્રને વૃત્તાન્ત વિસ્તારથી આપવામાં આવ્યા છે. અત્ર તેને સારાંશ નીચે મુજબ આપવામાં આવે છે.
રાજગૃહ” નગરમાં ધન્ના નામને સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા રહેતાં હતાં. આ દંપતીને ધન, ધનપાલ, ધનદેવ, ધનગેપ અને ધનરક્ષ એ નામના પાંચ પુત્ર થયા હતા અને તેના ઉપર સુસુમા નામની એક પુત્રી થઈ હતી. આ પુત્રીની દેખરેખનું કામ આ સાર્થવાહની ચિલાતી દાસીને પુત્ર કે જેણે ચિલાતીપુત્ર તરીકે ઓળખવામાં આવતું હતું તેને સેંપવામાં આવ્યું હતું. આથી ચિલાતીપુત્રને બાળપણથી એના પ્રત્યે પ્રીતિ ઉદ્ભવી હતી.
મસ્તીખોર ચિલાતીપુત્રની ગેરવર્તણૂકથી કંટાળી જઈ ધન્નાએ તેને પિતાના ઘરમાંથી કાઢી મૂક્યા. તે ફરતે ફરતે પાસે આવેલી “સિંહગુફા” નામની ચોર-પલ્લીમાં ગયે. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત બને છે તેમ ચેરેની સેબતથી આની પાપી પ્રવૃત્તિમાં ઉમેરો થયો અને વિજય નામના પલ્લીપતિના મરણ બાદ તે એને પરમ પ્રેમ-માત્ર બનેલા ચિલાતીપુત્રને એનું સ્થાન આપવામાં આવ્યું.
આ તરફ રૂપ, ગુણ અને કળાના ભંડારરૂપ સંસમા ભર જુવાનીમાં આવી હતી. તેની તરફ અત્યંત આસક્તિને લીધે ચિલાતીપુત્રે એક દિવસ બધા પાંચસે ચેરેને ભેગા કરી કહ્યું કે હું “રાજગૃહ” નગરના પન્ના સાર્થવાહને સારી પેઠે ઓળખું છું. તેને ત્યાં અઢળક દ્રવ્ય છે. વળી તેને એક સ્વરૂપવતી પુત્રી છે. આજે રાતના આપણે તેને ત્યાં ખાતર પાડીશું અને તેમ કરતાં જે ધન મળશે તે તમે લેજે, હું તે એની પુત્રીને રાખીશ. બધા ચોરોએ આ વાત કબૂલ કરી. એટલે તેમને સાથે લઈ ચિલાતીપુત્ર તે નગરે ગયે.
તાળાં ઉઘાડવાની વિદ્યા વડે દરવાજાનાં તાળાં ઉઘાડી અને અવસ્થાપિની નિદ્રાથી ચોકીદારને નિદ્રામાં નાંખી સાર્થવાહનું ઘર ચિલાતીપુત્રે લૂટાવ્યું અને પોતે પ્રાણવલ્લભ સુંસુમાને નિદ્રાધીન અવસ્થામાં ઉપાડી ચાલવા માંડ્યું.
એવામાં ધના સાર્થવાહ જાગી ઊઠો. ધન તેમજ તેની વહાલી પુત્રીનું હરણ થયેલું જેમાં તેને અતિશય ખેદ થયે. કેટવાળને આની ખબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org