________________
૩પ૬ વૈરાગ્યરસમંજરી
[ પંચમ અનુભાવવાળું, ઘર અને સર્વ અનર્થને વધારનારું એવું મિથ્યાવિ પિતે બાંધે છે અને અન્યને બંધાવે છે.
संसाराभ्युदये नैव, तथा हर्षों यथा बते ।
असंयमे सदोद्विग्नो, धर्मोपादेयभिच्छति ॥ ५९ ॥ સંવિગ્નની અભિલાષા–
પ્લે – “(તે વ્યકિતને) જેટલે વ્રતને વિષે હુ હોય છે તેટલો સાંસારિક સંપત્તિને વિષે હર્ષ હોતે નથી (કેમકે તેને તે ક્ષણિક હોવાની પ્રતીતિ થયેલી છે એટલે કરીને ઠકુરાઇ, સામ્રાજ્ય કે સંવર્ગના રાજ્યરૂપ સંપત્તિના લાભ કે તેની હાનિથી તેને હર્ષ કે શેક થતો નથી) તેમજ વિવિધ પ્રકારના આરંભ તેમજ સમારંભરૂપ) અસંયમને વિષે તે સદા ઉદાસીન રહે છે તેમજ તે ધર્મથી ગ્રહણ કરવા લાયક (વસ્તુ)ને ઈચ્છે છે.”–પ૯
चैत्ययत्युपयोगी यः, पदार्थः सफलो मम ।
स एव नान्यथा यस्माइ, बीजं क्षेत्रे फलप्रदम् ॥६॥ દ્રવ્યનો સદુપયોગ
ક્લે --“જે (મારી) વસ્તુ મંદિર અને સાધુના ઉપયોગમાં આવે છે તે જ મારે સાર્થક છે (કેમકે આત્માનુગ્રહની બુદ્ધિએ દેવાયેલું દાન પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરનારું હોઈ અંતે મોક્ષનો હેતુ બને છે); અન્યથા ઉપ
ગમાં આવતી વસ્તુ નિષ્ફળ છે (કેમકે સદુપયોગમાં નહિ આવેલું ધન અર્થ લુબ્ધ રાજા, ચોર વગેરે પડાવી લે છે અથવા તે તે વેશ્યાગમન વગેરેમાં વપરાઈ જાય છે અને એ રીતે સંસારની વૃદ્ધિ કરાવનારું થાય છે). એનું કારણ એ છે કે ક્ષેત્રમાં જ પેલું બી ફળ આપે છે. ”- ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org