________________
૩૩૨ વૈરાગ્યરસમંજરી
[ પંચમ મહાપીઠની પણ ક્રિયાઓમાં ગુરુ પ્રત્યે તીવ્ર સંલેશના અધ્યવસાયની પ્રધાનતા હોવાથી તે પણ તેવી છે. જમાલિ વગેરેની પણ ચેષ્ટાએ પ્રભુનાં વચનને વિપર્યાસ કરનારી હોવાથી તેવી છે.
ગીતાર્થ મુનિવરે શુદ્ધ સિદ્ધાન્તના ઉપદેશક હોવાથી અને શ્રતના પારગામી હોવાથી તેઓ શાસ્ત્ર-વિરુદ્ધ કિયાઓને નિષેધ કરે છે, વાતે તેવી ક્રિયા કરવી નહિ, કેમકે તેવી કિયા મિથ્યાભિનિવેશની સાધક છે. વળી સૂત્રમાં નહિ કહેલી હોય અને જેને સાવદ્ય જાણુને ગીતાર્થોએ જેનું આચરણ ન કર્યું હોય તે પણ આદરણીય નથી. મિથ્યાભિનિવેશથી દુર્દશા-- ( મિથ્યાભિમાન કહે કે મિથ્યાભિનિવેશ કહો તે એક જ છે. એના સ્પર્શથી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે, કેમકે શું ખીરમાં હલાહલનું એક બિંદુ પડતાં તે અપેય નથી થતી કે ? વળી જેમ લીંબડાના ઝાડનું દૂધથી સિંચન કરવામાં આવે છતાં તે આમ્રના પલ્લવને ઉત્પન્ન કરી શકતું નથી, તેમ મિથ્યાભિમાની તપસ્વી હોય તે પણ તે સમ્યગ–જ્ઞાનાદિની આરાધના કરી શકતું નથી. જેમ અપથ્યનું ભજન કરનારા રોગીને અમૃત તુલ્ય ઔષધ પણ લાભદાયક થતું નથી તેમ મિથ્યાભિમાનીએ કરેલે ધર્મ પણ દુષ્ટ કર્મને નાશ કરવામાં સમર્થ થતું નથી. વળી જેમ કાળરૂપ સર્ષથી ડસાલાના ઝેરને ઉતારવા મંત્ર નિષ્ફળ નીવડે છે તેમ મિથ્યાભિમાનીએ સેવેલું ધ્યાન પણ ભવને નાશ કરવામાં સફળ થતું નથી. વળી જેમ કાગડાએ પિતાની ચાંચ વડે વિષ્ટાને ચૂંથે છે તેમ મિથ્યાભિનિવેશને વશ થઈ કેટલાક સ્વમુખે શાસ્ત્રને વિસ્તાર કરે છે. દ્રાક્ષને સાક્ષાત્કાર કર્યા પછી પણ ઊંટ તેને સ્વીકાર કરતા નથી તેમ મિથ્યાભિમાનનાં પૂતલાંઓ અસાધારણ તેમજ યથાર્થ શુતિની પરીક્ષા કર્યા પછી પણ તેને અંગીકાર કરતા નથી. જીતવાની ઈચ્છાવાળા (વીર પુરુષોને જેમ શત્ર તરફનું ગમન લાભકારી છે તેમ માનવાને દીક્ષા લાભદાયક છે; પરંતા અવિધિથી સાધેલી વિદ્યા અનર્થકારી છે તેમ મિથ્યાષ્ટિઓની દીક્ષા પણ તેવી સમજવી. વિશેષમાં ઊંચાં નીચાં વચનના અંદવાળી ઉઠ્ઠખ્રલ વાણી વદનાર મિથ્યાભિમાનીએાની વિદ્વત્તા પણ ખરેખર વિડર બનારૂપ છે,
૧ સરખાવો પંચલિંગીની ટીકાના ૧૪ મા પત્રગત નિમ્નલિખિત પઘો – મિથ્યાભિમાનuત, ત્રિાપાડતી મત grgઢઢવાત, મિમાં ન વાચન? ઉ૦ -અનુ. તપનો પલ્લીતોડgિ, ફરાવીન ન કોચ .. જિજઃ લીગ , f સૂતે તપવન? I દશ --અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org