________________
ગુચ્છક ] સાનુવાદ
૩૧૭ આ વાતનું શ્રીભદ્રબાહસ્વામીને નિમ્ન-લિખિત મુદ્રાલેખ પણ સમર્થન કરે છે –
४७ १से य सम्मत्ते पसत्थसम्पत्तमोहणीयकम्माणुवेयणोवसमसमुत्थे "
ત્રીજો વિકલ્પ પણ સ્વીકારી શકાય તેમ નથી, કેમકે એની કાર્યતા તેમજ કારણતા શું કામ કરીને છે કે એકી સાથે છે એ પ્રશ્ન ઊઠે છે. કમસર છે એમ તે કહેવાય તેમ નથી, કેમકે નહિ તે પૂર્વોકત દોષ ઉપસ્થિત થાય છે. એકી સાથે છે એમ પણ કહેવાય તેમ નથી, કારણ કે એ વાત અસંભવિત છે. તે જ તેનું જ સમકાલે કાર્ય અને કારણ હોય એ સંભવતું જ નથી.
ચોથે વિકલ્પ પણ અસ્થાને છે, કારણ કે પ્રતિબંધની અસિદ્ધિ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે અનંતાનુબંધી કષા ચારિત્રમેહનીયરૂપ હેવાથી એ કષાયેના ઉપશમને ચારિત્રની જ સાથે સંબંધ હોઈ શકે. વળી સમ્યકત્વ વિના ચારિત્ર સંભવતું નથી. એટલે એ દ્વારા જ સમ્યકત્વ સાથે સંબંધ છે. આથી કરીને અનંતાનુબંધી કષાયોને ઉ મ સાક્ષાત્ ચારિત્રને જ જણાવે, નહિ કે સમ્યકત્વને. વળી સમ્યકત્વ સ થે કે ઉપશમને સ્વાભાવિક સમ્બન્ધ નહિ હોવાથી કેવી રીતે આ ઉપશમ એકાએક સમ્યકત્વનું લિંગ બની જાય ? જે અનંતાનુબંધી કષાને સમ્યકત્વમેહનીયરૂપે સ્વીકારવાને કઈ કદાગ્રહ રાખે તે દર્શનમોહનીયના સુપ્રસિદ્ધ શાસ્ત્રાનુસારી ત્રણ પ્રકારોને બદલે ચાર માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
શ્રાવકપ્રજ્ઞપ્તિની જે ઉપર ગાથા આપવામાં આવી છે તેને આશય પણ એ છે કે અનંતાનુબંધી કષાયને મિથ્યાત્વની સાથે સહચારીપણાને સંબંધ છે એથી તેમજ તેની અત્યંત તીવ્રતાને લઈને તે કષાને સમ્યકત્વના નિરોધક ગણીને એ કષાયની ઉત્કટતાને પ્રકટ કરવા માટે જ એના ઉપશમને પ્રશમ તરીકે વર્ણવ્યો છે, નહિ કે મિથ્યાભિમાનિવેશના ઉપશમનું સમ્યકત્વના લિંગરૂપે
૧ છાયા--- तञ्च सम्यकत्वं प्रशस्तसम्यक्त्वमोहनीयकर्मानुवेदनोपशमसमुत्थम् ૧ સરખાવો– “વિક્રિયનામ નગ્નસ્થ વા વાળા ” [ केवलिकज्ञानलाभो नान्यत्र क्षये कषायाणाम् ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org