________________
ગુચ્છક ] સાનુવાદ
૩૦૯ હોવાથી કઈ ભાષ0ષ મુનિવરની જેમ સમ્યકત્વ પામે છે. ૧-૧૦ માતુષ મુનિવરને વૃત્તાન્ત–
સ્પષ્ટી–મુનિપ્રવર શ્રીમાપતુષને લોકબદ્ધ વૃત્તાન્ત પંચાલકની શ્રીઅભયદેવસૂરિકૃત વૃત્તિમાં નજરે પડે છે. આના આ લેકે શ્રીદેવગુસસૂરિકૃત નવતત્વ પ્રકરણના ઉપાધ્યાય શ્રીયશેદેવકૃત વિવરણમાં ઉદ્ધત કરાયેલા છે. આના આધારે આ મુનિરત્નના જીવનની રૂપરેખા અત્ર નીચે મુજબ આલેખવામાં આવે છે –
ગુણના રત્નાકર, કૃતના અથ શિષ્ય વડે સેવિત, સ્વાર્થનું દાન દેવામાં મેઘ સમાન અને સંઘાદિનું કાર્ય કરવામાં તત્પર એવા એક આચાર્ય હતા. તેમને એક બંધ હતા. આ ભાઈ વિશિષ્ટ કૃતથી રહિત, સ્વાર્થપરાયણ તેમજ સ્વેચ્છા પૂર્વક નિદ્રા લેનારા હતા. એક દિવસ આચાર્ય કામ કરીને થાકી ગયા હતા. તેમ છતાં અવસરને નહિ ઓળખનારા અને મુગ્ધ બુદ્ધિવાળા શિષ્યોએ તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. શ્રમને લીધે તેઓ વ્યાખ્યાન આપવા સમર્થ થયા નહિ, પરંતુ તેમનું ચિત્ત ખિન્ન થયું અને તેઓ વિચારવા લાગ્યા કે મારો ભાઈ ધન્ય છે, પુણ્યશાળી છે, કેમકે તે નિર્ગુણ હેવાથી સુખે સુવે છે અને હરે ફરે છે, જ્યારે અમે તે અધન્ય છે, કેમકે અમારા ગુણોને લઈને અમારે પરતંત્રતા પ્રાપ્ત થઈ છે અને એથી અમે ઝંપીને બેસી શકતા નથી. આ પ્રમાણેના ચિંતન દ્વારા જ્ઞાનની અવજ્ઞા કરવાથી આ આચાર્યે અતિશય ઉગ્ર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું, પરંતુ તેમણે તેની આલોચના કરી નહિ. તેઓ કાળ કરીને સ્વર્ગ સંચર્યા. ત્યાંથી ચ્યવને તેઓ કોઈ સારા કુળમાં અવતર્યા. કાલાંતરે સાધુના સમાગમથી તેઓ જૈન ધમી થયા એટલું જ નહિ પરંતુ તેમણે મોક્ષદાયિની દીક્ષા પણ ગ્રહણ કરી. ત્યારબાદ તેઓ સામાયિક કૃતને અભ્યાસ કરવા લાગ્યા. કિન્તુ પેલું જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવેલું હોવાથી એક પદ પણ તેમને યાદ રહેતું નહિ, જોકે બહુમાન પૂર્વક વારંવાર પ્રયાસ તે તેમને ચાલુ જ હતે. ગુરુએ તેમને પાઠ કરવા માટે અશક્ત જાણ્યા, તેથી સામાયિક શ્રતને સંક્ષેપથી અર્થ સંભળાવ્યો કે મા રુથ મા સુણ અર્થાત્ રુષ્ટ કે તુષ્ટ થવું નહિ, એટલે કે રાગ અને દ્વેષથી આઘા રહેવું. આટલે અર્થ પણ તેઓ ભૂલી જતા.
૧ સરખા પંચાશકના સાધુવિધિ નામના અગ્યારમાં પચાશકની નિમ્ન–લિખિત સાતમી ગાથા:--
" गुरुपारतंतणाणं सद्दहण एयसंगयं चेव ।
wત્ત ૩ વરિત માનતુ (fr)f I ” [ गुरुपारतन्त्र्याणां श्रद्धानं एतत्सङ्गतं चैव ।
यतस्तु चारित्रिणां माषतुषादीनां निर्दिष्टम् ॥1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org