________________
સાનુવાદ
ગરીક ]
ર૪ तीर्थकृत्कर्मवेदाय, कर्मभेदाय देहिनाम् ।
देशनां स यकां दद्याद, तल्लेशोऽत्र विलिख्यते ॥५॥ તીર્થંકર-નામ-કમને વિપાક
લે –“તીર્થક-નામ-કર્મ દવાને માટે એને વિપાક ઉદય અનુભવવા માટે તેમજ જેનાં કર્મોને ભેદવાને માટે તેણે (એટલે કે તીર્થકરે ) જે દેશના આપવી જોઈએ તેને અંશ અહીં લખવામાં આવે છે.”—પ તીર્થકરની દેશના--
સ્પષ્ટી-–દેશના” એ “દિ ધાતુ ઉપરથી બનેલે શબ્દ છે. એને અર્થ નિર્દેશ, સંદેશ, ઉપદેશ થાય છે. એક વખતે રામરાજ્યના નામથી મશહુર એવી આપણી આ માતૃભૂમિએ અત્યાર સુધીમાં આત્મન્નિતિમાં સાધનભૂત અનેકવિધ દેશનારૂપ સરિતાઓને શિર ઉપર ધારણ કરી છે. એક રીતે વિચારીએ તે આપણું એ અહોભાગ્ય છે કે આત્મલક્ષ્મીને અખૂટ ખજાને આપણું ખંડમાં- એશિયા ખંડમાં જ પ્રકટ થયે છે. પરમાત્મા મહાવીર, ભગવાન બુદ્ધ, શ્રીકૃષ્ણ વાસુદેવ, હજરત મહંમદ પયગંબર, ઈસુ ખ્રિસ્ત અને જરાસ્ત જેવા મહાનુભાને જન્મ આપી આ પૂર્વ ખંડ અપૂર્વતાને પામે છે. અનેક ઋષિવરોએ અધ્યાત્મ જેવા અગમ્ય અને અસાધારણ માર્ગ ઉપર બાલજી પણ ચાલી શકે તે માટે વિવિધ વર્ણની રેશનીરૂપ પિતાની વાગ્ધારા વહેતી મૂકી છે. તેમાંની એક કલકલનિનાદિની, અખંડિત પ્રવાહવાળી અને ત્રિકાલાબાધિત તત્વવાળી તરંગિણીને અત્ર નિર્દેશ કરવામાં આવે છે. આ સરિતાના ઉત્પાદક પરમ પૂજ્ય સર્વજ્ઞ જિનેશ્વર છે. તેમની દેશનાની મુખ્ય ખુબી કહે કે તેમની વાણીની અલૈકિક બલિહારી કહે છે તે સ્યાદ્વાદશૈલીનું સમુચિત અને સગીય સેવન છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ ત્રિવિધ દિવ્ય શક્તિરૂપે પૂજાયેલ, ઉત્પાદ, દૈવ્ય અને વ્યયરૂપ ત્રિરંગી તથી તરંગિત તરંગિણે તે જિનેશ્વરની-તીર્થંકરની દેશનાની ઉત્થાનિકા છે, ભૂમિકા છે. એ તેને અમર આત્મા છે. ચાર વિદ્યાના પારંગત વિપ્રવર્ય શ્રીગૌતમસ્વામી પ્રમુખ ગણધરોને આગમ રચવામાં અદ્ભુત પ્રકાશ પાડનારી એ ઝળહળતી તિ
૧ મુંબઈમાં શ્રીગેડીજીના ઉપાશ્રયમાં સમાજના ઉત્કર્ષના તીવ્ર અભિલાષી શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય મુનિરાજ શ્રીસમુદ્રવિજયના અધ્યક્ષપણું નીચે વિક્રમ સંવત ૧૯૮પના ચૈત્ર શુક્લ તેરસને દિને શ્રી મહાવીર-જયંતી ઉજવવામાં આવી તે વખતે મેં દેવાર્યની દેશના એ નિબંધ વાંચી સંભળાવ્યું હતું. તેમાંથી થોડોક ભાગ સારરૂપે અહીં આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org