________________
૨૮૬ વૈરાગ્યરસમંજરી
| ચતુર્થ અક્ષરના રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધૂમાડાની શિખા ચિંતવવી. ત્યાર બાદ તેમાંથી અગ્નિના તણખાઓ તેમજ અગ્નિની જવાલાઓને નીકળતાં ચિંતવવાં અને એ જવાળાઓના સમુદાયથી હૃદયગત આઠ પાંખડીવાળા કમળને મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલા અગ્નિ વડે બળતું ચિંતવવું. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળા અગ્નિના સમૂહને બળતો તેમજ સ્વસ્તિકથી અલંકૃત તથા અગ્નિ-બીજ “રથી યુકત ચિંતવવો. પછી શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉદ્દભવેલી અગ્નિની જવાળાએથી તેમજ બહારના અગ્નિના સમૂહની જવાળાથી કરીને દેહ તેમજ આઠ પાંખડીવાળા કમળને ભસ્મીભૂત કરી શાંત થવું એ “આગ્નેયી ધારણા છે. વાયવી ધારણા
પછી ત્રિભુવનના વિસ્તારને પૂરી દેત, પર્વતને ચલિત કરતે અને સમુદ્રોને ક્ષેભ પમાડતે એ પ્રચંડ પવન ચિંતવ. પૂર્વે દેહ અને કમળને બાળીને જે રાખ કરી હતી તેને આ પવન વડે ઉડાડી દેવી અને પ્રબળ અભ્યાસથી તે પવનને શાંત કરે. આ વાયવી યાને “મારુતી ધારણા છે. વાણી ધારણું–
અમૃત સમાન વૃષ્ટિ કરનારા, મેઘની માળાઓથી વ્યાપ્ત એવા આકાશને ચિંતવવું. પછી અર્ધચંદ્રના આકારથી યુક્ત કલા-બિન્દુ સહિત વરુણ-બીજ જૈને સ્મરવું. ત્યાર બાદ વરુણ-બીજથી ઉત્પન્ન થયેલી અમૃતતુલ્ય વૃષ્ટિ વડે આકાશને ભરી દઈને પૂર્વ ઉડાડેલી રાખને ધોઈ નાંખવી અને વારુણમંડળને શાંત કરવું. આ ‘વારુણી ધારણા છે. તત્ત્વભૂ ધારણ
ઉપર્યુક્ત ચાર ધારણ કર્યા બાદ શુદ્ધ બુદ્ધિવાળા વેગીએ સાત ધાતુથી રહિત, પૂર્ણ ચંદ્રના જેવી નિર્મળ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માનું સ્મરણ કરવું. પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા, સર્વ
અતિશયોથી સુશોભિત, સમગ્ર કર્મોને નાશ કરેલા, કલ્યાણ અને મહિમાથી વિભૂષિત, પોતાના દેહમાં રહેલા નિરાકાર આત્માને યાદ કરે. આ તત્ત્વ ધારણા છે. આ પિંડસ્થના અભ્યાસી યોગીએ શિવ-ગુખ પામે છે.
अर्हन्मयानि हृत्य , यानि मन्त्रपदानि च । चिन्त्यन्ते शशिशुभ्राणि, तत् ‘पदस्थं मतं बुधैः ॥३३७...
Jain Education International
For Private & Personal Use Only
library.org