________________
ગુરછક ]
સાનુવાદ
રપ૦
અધિક છે તેઓ સમુદ્રઘાત કરે છે. અર્થાત તેઓ એવી ક્રિયા કરે છે કે જે દ્વારા વેદનીય, નામ અને ગેત્ર એ ત્રણ કર્મોની સ્થિતિ અને પરમાણુઓને આયુષ્ય-કર્મની સ્થિતિ અને પરમાણુઓની સાથે સમાન બનાવે છે, અધિકતા દૂર કરે છે. આથી સમજાય છે કે જે સોગિકેવલીઓના વેદનીય વગેરે ત્રણ કર્મની સ્થિતિ તથા પરમાણુ આયુષ્યકર્મની સાથે મળતા પ્રમાણમાં હોય છે તેમને સમદ્દઘાત કરે પડતું નથી. પરંતુ સર્વે સગિકેવલી સોગિ-અવસ્થાના અંતમાં એક એવા અપૂર્વ ધ્યાન માટે યોગને નિરોધ કરે છે કે જેથી ઉત્કૃષ્ટ નિર્જરાના હેતુભૂત તથા વેશ્યાથી રહિત તેમજ અત્યંત સ્થિરતારૂપ તેઓ બને છે.
કેગના નિરોધને કમ શાસ્ત્રકારે એમ દર્શાવે છે કે પ્રથમ બાદર કાયગથી તેઓ બાદર મગ અને બાદર વચનગને તેઓ રેકે છે. પછી એ સૂક્ષ્મ કાય–ગથી બાદર કાય–ગને શકે છે અને પછી એ સૂક્ષ્મ કાયવેગથી અનુક્રમે સૂક્ષ્મ મગ અને સૂક્ષ્મ વચનયેગને તેઓ નિધિ કરે છે. અંતમાં સૂક્ષ્મ ક્રિયાશનિવૃત્તિ શુક્લ ધ્યાનના બળથી સૂક્ષમ કાયયોગને પણ રેકે છે. આ પ્રમાણે સર્વ રોગને નિરોધ થતાં તેઓ અગિ-કેવલિની દશા પ્રાપ્ત કરે છે અર્થાત તેરમા ગુણસ્થાનકમાંથી ચિદમાં ગુણસ્થાનકે આરૂઢ થાય છે. ઉપર્યુક્ત ધ્યાનની સહાયતાથી પિતાના દેહમાંના મુખ, ઉદર વગેરે પિલા ભાગને આત્માના પ્રદેશ વડે તેઓ પૂરી દે છે. એમના આત્મ–દેશ એટલા બધા સંકુચિત બની જાય છે કે તે શરીરના ત્રીજા ભાગમાં સમાઈ જાય છે. આ પછી સમુચ્છિન્ન કિયાડપ્રતિપાતિ શુલ ધ્યાનને પ્રાપ્ત કરી અ, ઈ, ઉં, ૪ અને એ પાંચ અક્ષરે બોલતાં જેટલો સમય જાય એટલા વખતનું શિલેશી કરણ કરે છે. મેરુ ગિરિરાજના જેવી નિશ્ચળ અવસ્થા અથવા સર્વ સંવરરૂપ ગ-
નિધની અવસ્થા શૈલેશી કહેવાય છે. આ અવસ્થામાં વેદનીય, નામ અને ગેત્ર કર્મની ગુણ-શ્રેણિથી અને આયુષ્ય-કર્મની યથાસ્થિત શ્રેણિથી નિર્જરા કરવી તે શૈલેશી કરણ” છે. આ કરણને પ્રાપ્ત કર્યા પછી અગિ-કેવલી આના અતિમ સમયમાં ભપાહિ વેદનીયાદિ ચારે અઘાતિ કર્મોને સદાને માટે ક્ષય કરી એક સમય માત્રમાં જુઊર્ધ્વ ગતિથી ઊભી સીધી લીટીએ સિદ્ધિ-ક્ષેત્રમાં જઈ વસે છે.
प्रत्येकमपि स द्वेधा, द्रव्यभावतया मतः। श्रुत्वा भावे मनो देयं, भावतः पारगो यतः ॥२७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org