________________
રર૬
વૈરાગ્યરસમ જરી
धनञ्जयेन पञ्चत्व - मापिरेऽनेकशो जनाः ।
धर्मेण मोचितास्तत्र, रुच्यङ्गीकृतसंयमाः ॥ १९३ ॥ युग्मम्
ધર્મની સહાયતા~~
;
ગ્લેશ--“ જ્યારે આ લોકમાં દ્વૈપાયને ‘ દ્વારિકા નગરી બાળી, ત્યારે વાસુદેવની પદવી ભાગવતા કૃષ્ણ પણ શરણ ન થયા. (આ) આગમાં અનેક જને (બળી) મર્યા. જેમણે રુચિથી સયમ રવીકાર્ય તેમને તેમાંથી ધર્મ છેડાવ્યા. ’
--૧૯૨-૧૯૩
[ ચતુર્થ
દ્વારિકાના દાહ–
'
"
સ્પષ્ટી-એક વેળા શ્રીનેમિનાથની દેશના સાંભળીને શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું કે હે ભગવન્ ! આ દ્વારકા નગરીના, યાદવાના અને મારા શી રીતે વિનાશ થશે ? પ્રભુ બેલ્યા કે શોર્યપુર’ની બહાર આશ્રમમાં રહેનારા પરાસર નામના પવિત્ર તાપસને નીચ કુળની કન્યાથી દ્વૈપાયન નામને પુત્ર થયા છે. ઇન્દ્રિયાને વશ કરી બ્રહ્મચર્યને પાળતા આ દ્વૈપાયન ઋષિ દ્વારકા’ની સમીપ આવી રહેશે. તેને તમારા શાંબ વગેરે પુત્રો તેમજ અન્ય યાદવા મિદરાથી મદોન્મત્ત બની મારશે. તેથી ગુસ્સે થઇ તે તાપસ સર્વેને બાળી મૂકશે અને તમારા નાશ તમારા ભાઇ જરાકુમારથી થશે. આ સાંભળીને આપત્તિમાંથી ખચવાને માટે કોઇએ દારૂ પીવે નહિ એવા વાસુદેવે હુકમ કાઢ્યો અને જેટલી મિદરા નગરીમાં હતી તે બધી પાસેના પર્વતની ‘કાદમ્બરી’ ગુફામાં રેડાવી દીધી. આની આસપાસ સુન્દર સુગંધી પુષ્પા ઉગવાથી આ મદિરા લહેજતદાર બની ગઈ.
એક વેળા શાખને કાઇ સેવક ફરતા ફરતા ત્યાં આવી ચડયો. ઘણી તરસ લાગેલી હાવાથી તેણે આ દારૂ પીધે અને તેના સ્વાદથી ખુશી થઈ આ મદિરાની એક મસક ભરીને તેણે શાંમને ભેટ કરી. આ પીતાં તે શાંબ રાજી રાજી થઇ ગયા. પછી આનું વિશેષ પાન કરવાને તે પેાતાના ભાઈઓ વગેરેની સાથે કાદંબરી' ગુફા પાસે ગયા અને ત્યાં બેસીને ધરાઇને મિદરા પીધી. મિદરાથી ચકચૂર બનેલા આ યાદવાની દ્વૈપાયન ઋષિ તરફ્ નજર પડી એટલે શાંબ બોલી ઊઠયો કે આ તિષથી આપણી નગરીનું અને કુળનું આવી બનવાનું છે, વાસ્તે આને જ યમધામ પહોંચાડવા તે ઠીક છે. આ પ્રમાણેનાં વચન સાંભળી યદુકુમારોએ ઋષિને માર મારવામાં કચ્ચાસ ન રાખી. તેને અધમુઆ કરી તેએ નગરમાં પાછા ફર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org