________________
ગુચ્છક ] સાનુવાદ
૨૦૭ ગાથા પણ સાક્ષી પૂરે છે. બીજું સંસીનતાના ઈન્દ્રિય, કષાય, ગ અને વિવકતચર્યા એમ જે ચાર ભેદ પડે છે તેમાં વિવિક્તશય્યાસન આવી જ જાય છે. અનશનાદિનું દિગ્દર્શન–
અશન” એટલે આહાર; આથી અનશન એટલે આહારને ત્યાગ. આ અનશનના બે પ્રકારે છે-(૧) ઈત્વર (થોડા કાળનું) અને (૨) યાવજછવિક (જીદગી સુધીનું). તેમાં ઈલ્વર અનશન તે ઉપવાસથી માંડીને તે આ તીર્થ આશ્રીને છ માસ સુધી અનાહાર.
માવજીવિકના (૧) પાદપેપગમન, (૨) ઈગિની અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. તેમાં પણ પાદપપગમનના વ્યાઘાત અને અવ્યાઘાત એમ બે પ્રકારો છે. આયુષ્ય હોવા છતાં, જ્યારે વ્યાધિ ઉપસ્થિત થઈ મહાવેદના થતાં આયુષ્યને ઉપક્રમ લાગે--આઘાત પહોંચે અને તેમ થતાં કાળ કરી જાય છે તે સવ્યાઘાત પાદપપગમન અનશન” કહેવાય છે. શરીર જર્જરિત થઈ જતાં ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન લઈ, નિજીવ સ્થળમાં જઈ ત્યાં વૃક્ષની માફક એક પડખે અપરિસ્પંદપણે ઊભા રહી-કઈક પણ કાયિક કે વાચિક ચેષ્ટા નહિ કરતાં નિર્મળ ધ્યાનમાં આરૂઢ થઈ પ્રાણે ચાલ્યા જાય ત્યાં સુધી અનશન કરવું તે અવ્યાઘાત પાદપપગમન અનશન છે. શ્રતમાં વિધાન કરેલી ક્રિયાવિશેષને ઈગિની કહેવામાં આવે છે. એ વિષયક મરણ તે “ઈગિની-મરણ” કહેવાય છે. આને આરાધક પણ પ્રવજ્યાદિ પ્રતિપત્તિના કમપૂર્વક આયુષ્ય પૂરું થવા આવ્યું છે એમ જાણીને પિતાનાં ઉપકરણને ગ્રહણ કરી, સ્થાવર અને જંગમ પ્રાણું થી રહિત એવા સ્પંડિલમાં એકલે રહી ચતુર્વિધ આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન કરી છાયાથી તડકે અને તડકેથી છાંયડે જવાની ચેષ્ટા સહિત સમ્યગ જ્ઞાનમાં પરાયણ રહી દેહ છોડે છે. આ બે તે અપરિકર્મ છે, જ્યારે સપરિકમે એવું ભકત-પ્રત્યાખ્યાન તે ગચ્છમાં રહેલા સાધુ પરત્વે છે. આ અનશન કરનારા કેઈ વેળા ત્રિવિધ આહારનો અને કેઈ વેળા ચતુવિધ આહારને ત્યાગ કરે છે. અંતમાં સમગ્ર પ્રત્યાખ્યાન કરી, મૃદુ સંથારાને આશ્ચર્ય લઈ શરીર તેમજ ઉપ
૧ જુઓ પંચાશકની થીઅભયદેવસૂરિકૃત ટીકાનું ૨૨ મું પત્ર.
૨ અશુભ માર્ગે જતી ઇન્દ્રિયને કબજામાં રાખવી તે ઇન્દ્રિય-સંલીનતા, કષાયની નિવૃત્તિ તે કપાય-સંલીનતા, અશુભ યેગથી નિવૃત્ત થવું તે યંગ-સંલીનતા અને સ્ત્રી, પશુ, નપુંસક વગેરે વિકારેત્પાદક જીવોના સંસર્ગવાળાં સ્થાનેને ત્યાગ કરી શુભ સ્થાનમાં રહેવું તે વિવિક્તશય્યાસન છે.
૩ આ “ભક્ત-પરિણા” પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org