________________
ગુચ્છક ] સાનુવાદ
૧૯૩ "महिलासंसग्गीए अग्गी इव जं च अप्पसारस्स ।
પf a મળશે મુનિનો વિ દંત સિઘં ઉત્તમ વિચારૂ રબા –આર્યા અથત નીચે જવાવાળી, સુન્દર જળને ધારણ કરનારી, ઉન્મેલા કરવા લાયક મંદ ગતિવાળી નદીઓ જેમ પર્વતને ભેદે છે તેમ નીચ (જને)ને આશ્રય લેનારી, સુન્દર સ્તનવાળી, ઉપ્રેક્ષ્ય મંથર ચાલવાળી મહિલાઓ પર્વત જેવા સુદઢ ગુરુઓને ભેદી નાંખે છે, વશ કરી લે છે, કામાતુર બનાવી દે છે, જેમ અગ્નિના સંસર્ગથી મીણ ઓગળી જાય છે તેમ ભામિનીની સંગતિથી આત્માને સારરૂપ માનનારા મુનિનું મન પણ સત્વર પીગળી જાય છે, એ પણ પિતાની ભૂમિકાથી ગબડી પડે છે.
આ પ્રમાણે બ્રહ્મચર્યને અધિકાર પૂર્ણ કરીએ તે પૂર્વે એના સંબંધમાં બે ત્રણ બાબતેને વિચાર કરે આવશ્યક સમજાય છે. પ્રથમ તે બ્રહ્મચર્યને અર્થ શું તે વિચારતાં સમજાય છે કે
ત્રા િવરાતિ બ્રહ્મચર્યનું " અર્થાત્ આત્મ-સ્વરૂપમાં વિચરવું–આત્મ-રમણતા સાધવી તે “બ્રહ્મચર્ય છે. આ વિકટ કાર્યમાં ઉત્તીર્ણ થવા માટે વીર્યના નિધની ખાસ આવશ્યકતા છે. એથી કરીને વીર્ય-નિરોધને પણ “બ્રહ્મચર્ય' કહેવામાં આવે છે.
બ્રહ્મચર્યના અધિકારી આછીને બે ભેદ છે–(૧) સાધુનું બ્રહ્મચર્ય અર્થાત્ કઈ પણ સ્ત્રી સાથે કદાપિ માનસિક, વાચિક કે કાયિક વિષયનું સેવન ન કરવું તે અને (૨) ગૃષ્ઠસ્થનું બ્રહ્મચર્ય યાને સ્વદારાસતેષ વ્રત એટલે મર્યાદિતપણે પિતાની પત્ની સાથેનું વિષય-સેવન.
૧ છાયા-- महिलासंसर्गेण अग्निरिव यच्च आत्मसारस्य । मदनमिव मनो मुनिनोऽपि हन्त शीघ्रमेव विलीयते ॥
૨ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની પજ્ઞ વૃત્તિના ૮૨ મા પત્રમાં સૂચવ્યું છે તેમ સૂક્ષ્મ અને સ્થૂલ એમ મૈથુનના બે ભેદ પડે છે. તેમાં કામના ઉદયથી ઇન્દ્રિયને વિષે જરાક વિકાર થાય તે “સૂક્ષ્મ મૈથુન છે, જ્યારે મન, વચન અને કાયાથી ઔદારિક તેમજ વેકિય દેહધારી લલનાને સંભોગ કરે તે “ધૂળ મૈથુન છે. આથી સૂક્ષ્મ મૈથુનથી વિરમવું તે સૂમ બ્રહ્મચર્ય અને સ્થૂલ મૈથુનથી વિરમવું તે સ્થૂલ બ્રહ્મચર્ય એમ પણ બ્રહ્મચર્યના બે ભેદ પાડી શકાય.
૩ મર્યાદિતપણે એમ કહેવાનું કારણ એ છે કે અમુક દિવસે તે સ્વદારા પણ અગમ્ય છે એવા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમકે મનુસ્મૃતિ (અ. ૪, લે. ૧૨૮) કહે છે કે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org