________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૮૩
સાથે બહાર ફરવા નીકળી હતી. મુશનની પ્રિયા મનેરમાં પણ પિતાના છે પુત્ર સાથે હવા ખાવા આવી હતી. તેને જોઈ કપિલાએ રાણીને પૂછયું કે આ કોણ? ઉત્તર આપતાં રાણીએ કહ્યું કે શું તું જાણતી નથી ? આ તે સુદર્શન શેઠની પત્ની છે. પછી કપિલાએ પિતાની બધી બનેલી બીના અભયાને કહી સંભળાવી. એટલે રાણીએ કહ્યું કે અરે ભેળી! સુદશને પિતાને નપુંસક જણાવી તને છેતરી, કેમકે નપુંસકને વળી પુત્રો હેય ખરા કે ? કપિલાએ જવાબ આપે કે રાણી સાહેબા ! એ સાચું હશે, પરંતુ આપની ચતુરાઈ તે ત્યારે જ સપ્રમાણ લેખાય કે જયારે તમે એની સાથે એક વાર પણ વિષયસેવન કરો. રાણીએ કહ્યું કે એમાં શું ? જા, તેને તેમ કર્યાની પ્રતીતિ કરાવી આપું ત્યારે જ હું અભયા સાચી.
પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે રાણે રાત દિવસ તક વિચારી રહી હતી. એવામાં એક દિવસ રાજા વગેરે વનમાં વિનદાર્થે ગયા. આ સમયે લાગ મળતાં પંડિતા નામની પિતાની દાસી દ્વારા અભયાએ, શૂન્ય ગૃહમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા રહેલા સુદર્શનને જબરજસ્તીથી ઊંચકાવી પી રીતે પાલખીમાં બેસાડી કામદેવની મૂર્તિના કપટથી અંતઃપુરમાં આણી મૂકાવ્યા. કામ-વિલાસમાં તેને ફસાવવા માટે અભયાએ હાવભાવને ઉપગ કર્યો. એટલેથી પત્તા ન ખાવાથી ચુંબન અને આલિંગ પણ કર્યો, પરંતુ સુદર્શને તેની વાત સ્વીકારી જ નહિ. ભય પમાડવા માટે અનેક ધમકીઓ પણ આપી, પરંતુ શેઠના ઉપર તેની કશી અસર થઈ નહિ. આથી તેને જાન લેવા માટે તેણે એકાએક ચીસ પાડી એટલે ચેકીદારે દેડી આવ્યા. તેઓ આને અપરાધી તરીકે રાજા પાસે લઈ ગયા. રાજાએ ખુલાસે કરવા કહ્યું, પરંતુ ખરી વાત કહેતાં અભયાના રામ રમી જાય એ બીકથી સુદર્શન મૂંગા રહ્યા. આથી તેને અપરાધી સમજી રાજાએ શૂળીની સજા ફરમાવી. અનેક કદર્થને પૂર્વક તેને શૂળી ઉપર ચડાવવાને ચોકીદારોને લઈ જતાં જોઈ મનોરમાએ અભિગ્રહ કર્યો કે જ્યાં લગણું મારા પતિદેવ ઉપરથી કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું આ મારા ઘરદહેરાસરમાં કાઉસગધ્યાને રહીશ.
આ તરફ શેઠને શૂળીએ ચડાવ્યા તે સૂળી સોનાનું સિંહાસન બની ગઈ. તે પણ તેને મારી નાખવા મારાઓએ ઘા કર્યા, પરંતુ એથી પણ તેનું મરણ ન થતાં આશ્ચર્યકારક ઘટના બની. તે એ કે ગળામાં ઘા થતાં તે ઘા મોતીની માળારૂપે, મસ્તક ઉપર ઘા થતાં તે મુગટરૂપે, કાન પરના ઘા કુંડળરૂપે અને હાથ ઉપરના કડાંરૂપે પરિણમ્યા. ગમે તેટલા ઘા કરવા છતાં તેનું મરણ ન નીપજયું. આ વાતની રાજાને ખબર પડતાં તે ત્યાં આવ્યા અને શેઠની ક્ષમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org