________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૮૧
અને તેમના પૂર્વ વૃત્તાન્ત સાંભળ્યે ત્યારે તેને શાંતિ થઇ. આ સમયે ગણધર દેવે એટલું ઉમેર્યું કે પૂર્વ જન્મના તપથી આ મહાત્માને આવું અલૈકિક રૂપ, તેજ અને સાભાગ્ય પ્રાપ્ત થયાં છે. વળી તેએ ચરમશરીરીછે. અને છેલ્રા કેવલી છે. વિશેષમાં તેમના મેક્ષ-ગમન બાદ કોઇને મન:પર્યાયજ્ઞાન કે પરમાવિધજ્ઞાન પણ થશે નિહ. વળી આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ઉપશમણિ તેમજ ક્ષપક શ્રેણિ, તથા પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મર્સપરાય અને યથાખ્યાત એ ત્રણ પ્રકારનાં ચારિત્રા એટલે કે કુલે એ દશ વસ્તુઓમાંથી એક પણ કાઇને પ્રાપ્ત થશે નહિ.
આ પ્રમાણેની દેશના સાંભળી કણિક પરિવાર સહિત ગણધરદેવને પ્રણામ કરી પેાતાના નગરમાં પાછો ફર્યાં અને ગણધર મહારાજ પણ અન્યત્ર વિહાર કરી ગયા.
શ્રીસુધર્માસ્વામીએ પચાસ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી. ત્રીસ વર્ષ સુધી તેમણે શ્રીમહાવીરસ્વામીની સેવા કરી હતી. તેમના નિર્વાણ પછી તીર્થ પ્રવર્તાવતા તેઓ છદ્મસ્થપણે બાર વર્ષ રહ્યા. ત્યાર પછી એટલે ૯૨ મે વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આઠ વર્ષ પર્યંત તે અનેક ભબ્યાને પ્રતિએધ પમાડતા આ પૃથ્વીને પાવન કરતા રહ્યા. સેા વર્ષ પૂર્ણ થતાં નિર્વાણુ સમય નજદીક જાણી તેમણે પોતાની પાટે શ્રીજ બુસ્વામીને સ્થાપ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા.
આ તરફ શ્રીજ ખૂસ્વામી પણ ઉગ્ર તપ કરી, કેવળજ્ઞાન પાર્સી, ભવ્ય પ્રાણીઓને યથાર્થ ઉપદેશ આપી અને શ્રીમહાવીરસ્વામીના મેાક્ષ-દિવસથી ચેાસઠ વર્ષ વીત્યા બાદ શ્રીપ્રભવસ્વામીને પટ્ટધર બનાવી સર્વ કર્મના ક્ષય થતાં પરમ પદને પામ્યા.
આ પ્રમાણે આગલે દિવસે આઠ આઠ રૂપે રંભા જેવી રમણીએ સાથે પાણિગ્રહણ કરી, રાત્રે પત્નીઓને પણ પ્રતિધ પમાડી ભાવ–સાધુ રૂપે રહી અને સવાર પડતાં દીક્ષા લઈ ભરતક્ષેત્રમાં એ દ્વારા અદ્વિતીયતા પ્રાપ્ત કરી મુક્તિ–રમણીને વરેલા વીર પુરુષને સહસ્રધા વંદન કરતા અને તેમના જીવનવૃત્તાન્ત સૂચવવામાં જે ન્યૂનતા રહી ગઇ હાય તે બદલ સુન્ન જને પાસે ક્ષમા યાચા હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું.
શ્રીસુદર્શનની કથા—
· ચંપા ’ નગરીમાં અર્હદાસ નામના એક શેઠ રહેતા હતા. સુભગ કરીને એક ગેાવાળ તેની ગાય ચારતા હતા. એક દિવસ ગાયા ચરાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org