________________
૧૫૦
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
શ્રેષ્ઠીઓની બત્રીસ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું, રાતદહાડા તે આ યુવતિએની સાથે ભાગ ભગવવામાં વ્યતીત કરતા હતે.
એક દિવસે ગાભદ્ર શેઠે પરમાત્મા વીરની પાસે પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. તેમણે વિધિ પૂર્વક અનશન કર્યું અને કાળ કરીને તેઓ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાં અવિધજ્ઞાન વડે પેાતાના પુત્રને જોઇ તેના પુણ્ય-મળથી પ્રેરાઇને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને અલંકારની તેત્રીસ પેટીઓથી તેના તેઓ સત્કાર કરી પુત્ર-વાત્સલ્યને પદ્ઘવિત કરવા લાગ્યા.
એક્દા કાઇ પરદેશી વ્યાપારી રત્ન-કમલ લઈને ‘રાજગૃહ’નગરના અધિ પતિ શ્રેણિક રાજા પાસે આવ્યેા. પરંતુ એ કંબલનું મૂલ્ય બહુ હતું તેથી તે રાજા `ખરીદી શક્યા નહિ. ફરતા ફરતા આ વ્યાપારી શાલિભદ્રને ઘેર આવી ચડયા. ભદ્રા શેડાણીએ મે માગ્યું મૂલ્ય આપીને કંખલો ખરીદી લીધી. શ્રેણિકની પત્ની ચિલ્લણા રાણીને એક રત્નકંબલ ખરીદવાની ઇચ્છા થઇ એટલે તેણે રાજાને વ્યાપારીને મેલાવવા વિનંતિ કરી, વ્યાપારી આવ્યા, પરંતુ બધી કાંખલા ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી હાવાથી તેની પાસે હવે એક પણ કંબળ વેચવા માટે ન હતી, એક કંમળ ખરીદતા હું પાતે અચકાયા હતા, જ્યારે મારા નગરની એક શેઠાણીએ બધી કબલા ખરીદી લીધી એ જાણી રાજાને હર્ષ અને આશ્ચર્ય થયાં. એક કંખલ લેવા માટે રાજાએ એક ચતુર પુરુષને ભદ્રા શેઠાણી પાસે માકલ્યા. શેઠાણીએ ઉત્તર આપ્યા કે મેં તે પગ લૂછવા માટે આ સેાળ કંખલાના એ કકડા કરી શાલિભદ્રની પત્નીને વહેંચી આપી છે. વાસ્તે જો એવા કકડાના રાજાજીને ખપ હાય તો તે પૂછીને સુખેથી લઇ જાઓ. આ વાત સાંભળતાં રાજાના અચાનો પાર રહ્યો નહિ. તે શાલિભદ્રને જોવાને ઉત્સુક અન્યા અને તેને ખેલાવી લાવવા એક માણસને મેલ્યા. ભદ્રા રાજા પાસે આવી અને કહ્યું કે હે રાજાન્ ! મારા પુત્ર કદાપિ ઘરની બહાર નીકળતા નથી, વાસ્તે આપ મારે ઘેર પધારા. કૌતુકથી શ્રેણિકે એ આમંત્રણ સ્વીકાર્યું, ભદ્રા ઘેર આવી અને તેણે રાજમહેલથી તે પોતાના મકાન સુધીના માર્ગે વિચિત્ર રત્નાદિ વડે ખૂબ શણગાર્યાં. સુવર્ણના સ્તંભા, તારણા, મેાતીના સાથીઆ અને દિવ્ય વસ્ત્રના ચંદરવાથી અલંકૃત અને સુગંધી દ્રવ્યેાથી વાસિત ઘરમાં ર.ાએ પ્રવેશ કર્યા. તા રાજાને એમ લાગવા માંડયું કે પાતે દિવ્ય વિમાન ઉપર આરૂઢ થઇ રહ્યા છે. આ સાત માળના ભુવનમાં રાજા આમ તેમ નજર દોડાવતા અને પ્રતિક્ષણ સંપત્તિ જોઇ ચિકત થતા ચાથે માળે આબ્યા અને ત્યાં સુશાભિત સિંહાસન ઉપર ખેડા, એટલે શેઠાણીએ શાલિભદ્રને કહેવડાવ્યું કે હે પુત્ર ! શ્રેણિક અહીં આવેલ છે, વાસ્તે તું તેને જોવા આવ. આના ઉત્તર મળ્યો કે જેટલું મૂલ્ય આપવું ાગ્ય જણાય તેટલું આપી એ ‘શ્રેણિક’ નામની વસ્તુને તમે ખરીદી લે. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org