________________
ગુચ્છક ]
સાનુવાદ
૧૪૯
(દાખલા તરીકે) દાનનો મહિમા સૂચવનારા શાલિભદ્રના ભવ તરફ (હે ચેતન !) તું નજર કર.”—૧૧૭ શાલિભદ્રનો વૃત્તાન્ત–
સ્પષ્ટી–બરાજગૃહની પાસે આવેલા “શાળિ' નામના ગામમાં ધન્યા નામની કઈ દુઃખી સ્ત્રી રહેતી હતી. તેને સંગમક નામને બાલક-પુત્ર વાછરડાં ચરાવી દિવસ પસાર કરતે હતે. એક વેળા કેઈ પર્વોત્સવ આવતાં ઘેરે ઘેર પાયસન્ન (ખીર)નાં ભેજન થતાં જોઈ આ મુગ્ધ બાળકે પિતાની દીન માતા પાસે આની માંગણી કરી. તે બોલી હે વત્સ ! હું દરિદ્રી છું એટલે તારે મને રથ કેવી રીતે પૂરો પાડું? અજ્ઞતાથી બાળકે માગણ ચાલૂ રાખી એટલે ધન્યા પિતાના પૂર્વ વૈભવને યાદ કરી ચોધાર આંસુએ મેટે ઘાટે રુદન કરવા લાગી. પાડોશણે તે સાંભળી ત્યાં દોડી આવી અને તેનું દુઃખ દૂર કરવા બધીએ મળીને દૂધ વગેરે સામગ્રી આણી આપી. ધન્યાએ ખીર રાંધી અને પિતાના પુત્રને ખાવા માટે એક થાળીમાં કાઢી આપી પિતે ગૃહ-કાર્ય કરવા લાગી. એવામાં કોઈ માસક્ષમણ મુનિવર પારણા માટે ત્યાં આવી ચડયા. તેમના દર્શન થતાં સંગમકને એવે સદ્વિચાર ફુર્યો કે અહે ! ધન્યભાગ્ય છું કે મારા જેવા ગરીબને ઘેર સચેતન રત્નચિંતામણિ જેવા, જંગમ કલ્પવૃક્ષ તુલ્ય અને અપશુ કામધેનુ સમાન આ મુનિવરનાં પગલાં થયાં છે. મારા જેવા પામરને આવા ઉત્તમ પાત્રને વૈગ ક્યાંથી હોય? છતાં આજે પદયથી ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણી સંગમ થયે છે વાસ્તે આ ખીરનું મુનિ રત્નને દાન દઉં આ પ્રમાણે વિચારી તેણે તે બીર મુનિવરને આપી. કૃપાળુ મુનીશ્વરે તેના અનુગ્રહાથે તે ગ્રહણ કરી અને ચાલતા થયા. એવામાં ધન્યા ત્યાં આવી પહોંચી. એની નજર બાળક ઉપર પડી. થાળીમાં ખીર ન દેખવાથી સંગમક તે ખાઈ ગયા હશે એમ ધારી બીજી વાર તેણે તે આપી. આ બાળકે એનું આકંઠ ભેજન કર્યું તેથી અજીર્ણ થતાં તે જ રાત્રે તે મરણને શરણ થયે.
મુનિદાનના પ્રભાવથી તે મરીને “રાજગૃહી નગરમાં ગભદ્ર શેડની ભદ્રા નામની પત્નીની કુખે અવતર્યો. સ્વમમાં ભદ્રાએ પાકેલું શાત્રિનું ક્ષેત્ર જેવું અને તે વાત પતિને નિવેદન કરી એટલે જવાબ મળે કે પુત્ર થશે. હું ચુપાત્રે દાન દઉં, ધાર્મિક ક્રિયામાં રસ લઉં એ દેહદ ભદ્રાને થા. ભદ્ર બુદ્ધિવાળા ગંભ તે પૂર્ણ કર્યો. યથાસમય ભવાએ પુત્રરત્નને જન્મ આપે અને તેનું શાલિભદ્ર એવું નામ પાડયું. આ પુત્ર ઉમર લાયક થતાં, તે નગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org