________________
વૈરાગ્યરસમ જરી
[ ચતુર્થ
‘પેાલાસપુર’ નગરમાં વિજય નામના રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી નામની રાણીથી અતિમુક્ત નામનો પુત્ર થયા. એ છ વર્ષના થયા તેવામાં શ્રીમહાવીર પ્રભુ આ નગરની બહાર આવેલા શ્રીવન’ નામના ઉદ્યાનમાં સમેાસર્યાં. એક વેળા શ્રીગાતમસ્વામી (ઇન્દ્રભૂતિ) ગોચરીને માટે ફરતાં આ કુમારની સમીપ આવી પહેાંચ્યા. એમને જોઇને કુમારે પૂછ્યું કે આપ કાણુ છે ? ગાતમ ગણધરે જવાબ આપ્યા કે અમે સાધુ છિયે અને ભિક્ષા માટે ફરીએ છીએ. આથી ભગવન્ ! મારી સાથે પધારે, હું આપને ભિક્ષા અપાવું, એમ કહી અતિમુક્તે તેમની આંગળી ઝાલી અને તેમને પોતાના રાજમહેલે લઈ આન્યા. શ્રીદેવી મુનિરત્નને આવેલા જોઇ હર્ષિત થઇ અને તેણે તેમને સદ્ભાવ પૂર્વક આહાર આપ્યા. ખાળ કિન્તુ બુદ્ધિથી અબાળ એવા અતિમુક્ત રાજકુમારે શ્રીઇન્દ્રભૂતિ ગણધરને પ્રશ્ન કર્યા કે આપ કાં રહેા છે ? તેમણે જવાબ આપ્યા કે અમારા ગુરુદેવ શ્રીમહાવીરસ્વામીની પાસે ‘શ્રીવનમાં અમે વસીએ છિયે. આ સાંભળીને રાજકુમાર તેમની સાથે ત્યાં જવા તૈયાર થયા અને તેમ કરવા માટે ગણધર મહાત્માની આજ્ઞા માગી. તેમણે કહ્યું કે વૈવાળુપિયા ! અહાસુદ’ ( દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર). શ્રીમહાવીર પ્રભુ પાસે આવી રાજકુમારે તેમને વંદન કર્યું અને તેમના મુખચન્દ્રમાંથી ઝરતી અમૃત--દેશનાનું પાન કર્યું. ઘેર આવી તે પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે હું આ સંસાર થી ખેદ પામ્યા છું, વાસ્તે મને દીક્ષા લેવાની રજા આપેા. માતાપિતા ખેલ્યા કે વત્સ ! તું ખાળક છે એટલે ધર્મ કેવા હાય, દીક્ષા કેવી હાય તે તું શું જાણે ? રાજકુમાર મેલ્યા કે “તું ચૈવ નાળમિ તં ચેપન યાજ્ઞમિ, ન ચૈત્ર ન ચળામિ તે ચેય જ્ઞામિ ” અર્થાત્ હે માતાપિતા! જે હું જાણું છું તે નથી જાણતા અને જે હું નથી જાણતા તે જાણું છું. તેમણે પૂછ્યું કે એ કેવી રીતે ? કુમાર ખેલ્યા કે જે હું જાણું છું તે એ કે જે જન્મ્યો તે જરૂર મરવાનો, વળી હું નથી જાણતા તે એ કે તે કયારે અને કયાં મરવાનો; વળી હું નથી જાણતા તે એ કે કેવાં કર્મ કરવાથી જીવ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ હું જાણું છું કે જીવ પોતાનાં કરેલાં કર્મને લીધે જ નરકાદિ ગતિમાં ભમે છે. માતાપિતાને રાજી કરી નિષ્ક્રમણ -ઉત્સવને અંગે પ્રભુ પાસે દીક્ષા અપાવી.
આ પ્રમાણે ઉત્તર આપી દીક્ષા લેવા માટે તેણે તેમની અનુજ્ઞા મેળવી. મેટી ધામધુમ કરી માતાપિતાએ તેને વીર આ વખતે તેમની ઉંમર ૧૭ વર્ષની હતી. પ્રભુએ તેને શિક્ષણ આપવા માટે વિરાને સૂચના કરી.
૧૧૬
૧ આ એક આશ્રયં સમજવું, કેમકે આ વર્ષે પૂર્વે દીક્ષા આપવાને અધિકાર નથી. ભગવતી સૂત્ર (રા. ૫, ઉ. ૪, સૂ. ૧૮૮)ની ટીકામાં શ્રીઅભયદેવસૂરિ એમ કહે છે કે 'छव्वरितो पव्वइओ निग्गंथं रोइऊण पावयणं ' ति एतदेव चाश्चर्यमिह, अन्यथा वर्षाष्टकादारान्न प्रव्रज्या स्यात्
86 6
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org