________________
વૈરાગ્યરસમ જરી
૧૧૪
ગેાળ ખાનારા ગુરુનું ઉદાહરણ—
સ્પષ્ટી—કાઇ એક શેઠના પુત્રને પ્રતિદિન પુષ્કળ ગાળ ખાવાની કુટેવ પડી હતી. આથી તેને આખે શરીરે ખુજલી ઉત્પન્ન થઇ. એના પિતાએ વિચાર્યું કે જો આ પેાતાની કુટેવ સુધારશે નહિ તે આગળ જતાં ભય કર વ્યાધિથી સપડાશે; માટે અમુક સ્થળે ગુરુ છે ત્યાં હું એને લઇ જાઉં અને તેમની મારફત ઉપદેશ અપાવી આની કુટેવ છેડાવુ. સમય મળતાં પિતા પુત્રને લઈને ગુરુ પાસે આવી પહોંચ્યા અને તેણે સ વૃત્તાન્તથી ગુરુને વાકેફગાર કર્યા. ગુરુએ દશ દિવસ ત્યાં રહેવા સૂચવ્યું, જોકે ઉપદેશ આપવામાં કંઇ એટલા બધા દિવસની જરૂર ન હતી.
ગુરુ જાતે આ કુટેવમાં ફસાયેલા હતા તેથી તેમની સ્થિતિ પણ આ શેઠના પુત્ર જેવી કફોડી હતી. પોતાના શરીર ઉપર કપડું ઓઢી રખીને તેઓ સાત દિવસ સુધી એક એરડીમાં બેસી રહ્યા. આટલા વખતમાં ગાળ ખાવાની તેમની જે આદત પડી ગઇ હતી તે છુટી ગઇ. ખીજા ત્રણ દિવસમાં તે તેમના દેહ નિર્મળ બની ગયા. પછી ગુરુ બહાર નીકળ્યા અને પેલા શેઠના પુત્રને અતિશય ગાળ ખાવાથી શેા ગેરલાભ થાય છે તેનું ભાન કરાવ્યું, આ ઉપદેશની એવી સુંદર અસર થઇ કે પેલા છેકરાએ પેાતાની કુટેવને ત્યાં ને ત્યાં જ તિલાંજલિ આપી દીધી.
[ ચતુર્થ
પ્રસંગાનુસાર શેઠે ગુરુને કહ્યું કે સાહેખ ! આને દુર્વ્યસનમાંથી મુક્ત કરવા માટે આપને અહુ જ અલ્પ સમય લાગ્યા છે, છતાં દશ દિવસ વ્યર્થ વિલંબ શા સારૂ સહન કરાબ્વે ? ગુરુએ ઉત્તર આપ્યા કે શેઠ ! હું સ્વયં કુટેવથી સપડાયેલા હતા. મારૂં શરીર પણ ખુજલીના રોગથી ગ્રસ્ત હતું. આવે સમયે જો હું ઉપદેશ આપું તે તેને તમારા પુત્ર ઉપર શા પ્રભાવ પડે ? વાસ્તે સાથી પ્રથમ મેં મારી જાતને સુધારી અને હું પોતે નીરોગી બન્યા. ત્યાર ખાદ મેં જે ઉપદેશ આપ્યું તેનું કેવું ઇષ્ટ અને શીઘ્ર પરિણામ આવ્યું તે તો તમે અને મેં બન્નેએ જોયું.
Jain Education International
સારાંશ—આ કથા ઉપરથી સાર એ લેવાના છે કે જે સ્વયં પતિત યાને દુરાચારી હેાય તેના ઉપદેશની બીજા ઉપર ઝાઝી અસર થતી નથી, કેમકે જે પાતે તરી શકતે ન હોય અને જાતે તરવાથી અજ્ઞાત હાઇ ખી રહેલા હાય તે અન્યને કેવી રીતે તારી શકે ? માટે પ્રથમ પોતે સદાચારી બન્યા બાદ જે મનુષ્ય બીજાને સુધારવા-સદાચારી અનાવવા પ્રયત્ન કરે છે, તે બહાળે ભાગે પેાતાના પ્રયાસમાં સફળતા મેળવે છે એટલે કે સામાના હૃદય-પટ ઉપર સચાટ છાપ પાડી શકે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org