________________
વૈરાગ્યરસમંજરી
[ દ્વિતીય गुरुगिरिशिखाद्भूतं, भववैराग्यस्कन्धकम् । धर्मार्थिपक्षिभी रुद्धं, तत्त्वरूप परं तरुम् ॥५३॥ सत्वरीभूय चित्त ! त्वं, समारुह्य च तं खलु ।
ज्ञानात्मकं फलं प्राप्य, ततो मुक्तिरसं पिब ॥५४॥ युग्मम् તસ્વરૂપ વૃક્ષનું આરેહણ–
ભલે --“મોટા પહાડની ટોચ ઉપર ઊગેલા, સંસારથી વિરક્તતારૂપ થડવાળા તથા ધર્મના અભિલાષીરૂપ પક્ષીઓ વડે વીંટાયેલા એવા તત્ત્વરૂપ ઉત્તમ ઝાડની ઉપર ઉતાવળો ચઢીને જ્ઞાનરૂપ ફળને ગ્રહણ કરી તેમાંથી તે ચિત્ત! તું ખરેખર મુક્તિને રસ પી.”–૫૩-૫૪
रागादिवन्धनतरु-मुन्मूल्य वित्तहस्तिक ! ।
याहि धर्मवने येन, स्यानिवृतिः सुखावहा ॥५५॥ ચિત્તને ભલામણ–
લે –“રાગાદિ બન્ધનરૂપ ઝાડને મૂળમાંથી ઉખેડીને હે ચિત્તરૂપ હાથી ! ધર્મરૂપ વનમાં તું જા કે જેથી કરીને તને સુખકારી નિવૃતિ મળે.'-૫૫
सर्वसिद्धान्तमध्ये स्वं, दीव चरसि ध्रुवम् ।
अन्यथा जीवनं ते किं, सारहीनं विलोक्यते? ॥५६॥ ફલહીન પ્રવૃત્તિ
- -- “બધા આગમને વિષે તું કડછીની માફક ફરે છે. જે એમ ન હેય તે તારૂં જીવન સાર વિનાનું કેમ દેખાય છે? – ૬
प्राङ्महर्षीयचित्राणि, चरित्राणि विलाकसे। चित्त ! किं प्रस्तरोऽसि यद, रसशून्यो विभाव्यसे? ॥५७॥
૧ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રાવિજયાનંદ સુરીશ્વર (આત્મારામજી મહારાજ - કત તેં તેરા રૂપ ન પાયા રે અજ્ઞાની’ એ આદ્ય પદવાળા પદ (પૃ.૧૪૨-૧૪૩)માં નીચે મુજબને ઉલ્લેખ છે –
જેસે કરછી ફિર વ્યંજનમાં સ્વાદ કછુ ય ન પાયો રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org