________________
ન્યાયકુસુમાંજલિ. અને પ્રભાસ બ્રાહ્મણને પણ સંશયરહિત કરી “ ગણધર સ્થાપન કર્યા. આમ ભગવાનના અગ્યાર ગણધર થયા.
[ પ્રથમપદ પર
ગણધર-વાદ,
ઈન્દ્રબતિ
પ્રથમ બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ ( ગૌતમ ગોત્ર). તેમની શંકા–“જીવ છે કે નહિ ?” “ વિજ્ઞાનઘર
તે સરથા જોવાનુંવિનરાતિ ના યarસ્તિ ” આ વેદવાક્ય છે. ઇન્દ્રભૂતિ એને અર્થ એમ કરતા હતા કે “ વિનાન” એટલે ગમનાગમનાદિક ચેષ્ટાવાન આત્મા તે “ મુખ્ય ” એટલે આ પૃથ્વી, જલ, તેજસ્ અને વાયુ એ મહાભૂતમાંથી, મદ્યપદાર્થોમાંથી જેમ મદ-શકિત પ્રકટ થાય છે તેમ ઉત્પન્ન થઈ તેજ ભૂતેમાં, પાણીમાં પરપિટ લીન થઈ જાય છે તેની માફક, વિલય પામી જાય છે. માટે ભૂતથી અતિરિક્ત આત્મા નહિ હોવાથી પ્રારંst અર્થાત પુનર્જન્મ સંભવત નથી. આ પ્રમાણે અર્થ સમજવાથી ઇન્દ્રભૂતિને એમ લાગ્યું કે છવ છેજ નહિં. આને વાસ્તવિક અથ પ્રભુએ એમ કરી બતાવ્યો કે જિન” એટલે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ. આત્માના દરેક પ્રદેશમાં અનંત જ્ઞાન રહેલું હોવાથી આત્માને “ વિજાન ” સંબોધવામાં આવે છે. આ ચિતન્યરૂપ આત્મા સાઃ એટલે ઘટાદિક પદાર્થોમાંથી ઉત્પન્ન થાય છે; અર્થાત ઘટાદિકનું જ્ઞાન ઘટ વિગેરેથી ઉત્પન્ન થાય છે અને આત્મા એ જ્ઞાનથી આવ્યતિરિત છે માટે એ દષ્ટિએ કર્થચિત્ આત્મા ઘટાદિક ભૂતેમાંથી ઉત્પન્ન થયો એમ કહી શકાય છે; કારણ કે ઘટાદિકનું જ્ઞાન જ્યારે ઘટપ્રમુખથી ઉત્પન્ન થાય છે તે તે જ્ઞાનરૂપ આત્મા પણ ઘટાદિક ભૂતમાંથી ઉત્પન્ન થનારા કથંચિત માની શકાય છે. હવે જ્યારે ઘટપ્રમુખના અભાવમાં ઘટાદિક અમુક પદાર્થનું જ્ઞાન નષ્ટ થાય છે ત્યારે તે જ્ઞાનરૂપ આત્મા પણ નષ્ટ થયેલ કહી શકાય છે અને એટલાજ માટે, અર્થાત ઘટાદિકનું જ્ઞાન ચાલ્યું જવાથી અને બીજા પદાર્થોનું જ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યજ્ઞ એટલે પૂર્વ જ્ઞાનની સંજ્ઞા રહેતી નથી; કેમકે વર્તમાન જ્ઞાન વડ કરીને પૂર્વજ્ઞાન ચાલ્યું જાય છે. આ પ્રમાણે જે વેદવાક્યથી, ઈ-કબૂતિના હૃદયમાં જીવ નથી, એમ લાગતું હતું, તેજ વેદવાક્યથી ભગવાને આત્માનું અસ્તિત્વ સાબિત કરી
22,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org