________________
સ્તક] Nyāya-Kusumānjali. ગણધર-સ્થાપના
યાને માટે મળેલા “ગતમ” આદિ અગ્યાર બ્રાહ્મણ, અર્ધન (મહાવીર ) ભગવાનને નમસ્કાર કરવાને જતા દેવને જોઈને અને
સર્વજ્ઞ અત્રે પધારેલા છે ” એમ જનસમૂહ પાસેથી સાંભળીને પ્રભુ પાસે વાદને માટે આવ્યા; અને જે પ્રભુએ કરેલા પ્રતિબંધથી, તેઓ સંશયરહિત થઈને ગણધર થયા, તે વીરદેવને હું મારા હૃદયમાં સ્થાવું છું. –૫.
સ્પષ્ટી, કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી વીર ભગવાન પાવાપુરી'માં સમવસર્યા. તેમને વંદન કરવાને દેવ આવવા લાગ્યા. આ બનાવ, પાસેના “મહસેન વનમાં રહેતા સોમિલ વિપ્રને ત્યાં યજ્ઞને માટે એકત્રિત થયેલ ગતમાદિક અગ્યાર બ્રાહ્મણોએ જોયે. આથી, તેમજ ત્યાં સર્વજ્ઞનું આગમન સાંભળાને ઇન્દ્રભૂતિ (ૌતમ) ને અતિશય સામર્ષ ગર્વ ઉત્પન્ન થયા. એમણે વિચાર્યું કે અત્રે કઈ ધુતારે આવ્યો છે, અને તેણે ઇન્દ્રજાળ પાથરી છે. આમ વિચારી એઓ વાદ કરવા પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુનું સમવસરણ, તેમની દેવકત ઋદ્ધિ અને ખાસ કરીને તેમનું મુખારવિંદ જોઈ સજજડ થઈ ગયા. પછી જ્યારે પ્રભુએ એમને એમના નામથી બોલાવ્યા અને વગર પૂછે એમના મનોગત સંદેહનું નિરાકરણ કર્યું, ત્યારે ઈન્દ્રશ્નતિએ પ્રભુને પ્રણામ કરી દીક્ષા ગ્રહણની માંગણી કરી. પ્રભુએ એમને દીક્ષા આપી પ્રથમ ગણધર સ્થાપ્યા.
તીર્થકરોના મુખ્ય શિષ્યો કે જેઓ વિશિષ્ટશકિતસંપન્ન હેય છે, તેમને “ગણધર” નામથી વ્યવહાર કરવામાં આવે છે. દરેક તીર્થકરના ગણધરે “ યુનેદ ના વિમા યા પુરવા ” અર્થાત ઉત્પાદ, વ્યય અને ધ્રાવ્ય રૂપ ત્રિપદી તીર્થંકર પાસેથી પ્રાપ્ત કરી દ્વાદશાંગીની રચના કરે છે.
હવે ઇન્દ્રભૂતિન ભાઈ અવિનભૂતિ, પિતાના મોટા ભાઈ ઇન્દ્રભૂતિને પરાજિત થયેલ સમજીને તેમજ તેમને પ્રભુના પ્રથમ શિષ્ય થયેલ જાણીને પ્રભુને બાદમાં જીતવા તેમજ પોતાના ભાઈને પાછા લઈ જવા માટે આવ્યા. પ્રભુએ એમને પણ સંશય દૂર કર્યો. ત્યાર પછી ક્રમશ વાયુભૂતિ, વ્યકત, સુધમાં, મંડિત, માર્યપુત્ર, અંકપિત, અલભ્રાતા, મેતાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org