________________
d/
//
ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ : સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ 'V બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા.
જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા
આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના પરમકૃપાપાત્ર’ બન્યા હતા. ત, જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ'
બન્યા હતા. કે જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાયવિશારદ' બન્યા હતા. જેઓ ન્યાય – વ્યાકરણ - કર્મગ્રંથો - યોગગ્રંથો – આગમગ્રંથો - સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી “મહાવિદ્વાન્” બન્યા હતા. જેઓ : પદર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ” બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી – આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે “પરમગીતાર્થ” હતા. જેઓ : અનેક અંજનશલાકાઓ – પ્રતિષ્ઠાઓ – છ'રી પાલિત સંઘો. ઉપધાનો - દીક્ષાઓ - ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ શાસનપ્રભાવક' બન્યા હતા. જેઓ: શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી “યુવા શિબિર”ના “આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના પરમ ભક્ત હતા. જેઓ : ચુસ્ત “આચાર સંપન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ - સાત્વિક - શાસ્ત્રશુદ્ધ - મોક્ષકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના “મહા ઉપકારક બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org