________________
જનસ્તુતયઃ ]
चतुर्विंशतिका. અર્થાતુ-(૧) પ્રાસાદ, (૨) પર્વત, (૩) પોપટ, (૪) અંકુશ, (૫) સુપ્રતિક, (૬) પદ્માભિષેક, (૭) યવ, (૮) દર્પણ, (૯) ચામર, (૧૦) કુભ, (૧૧) અક્ષ, (૧૨) મત્સ્ય, (૧૩) મગર, (૧૪) હાથી, (૧૫) સુંદર પતાકા, (૧૬) સુંદર માળા, (૧૭) પૃથ્વી, (૧૮) રથ, (૧૯) તોરણ, (૨૦) છત્ર, (૨૧) ધ્વજા, (૨૨) સ્વસ્તિક, (૨૩) યજ્ઞ-તન્મ, (૨૪) વાવ, (૨૫) કમડ, (૨૬) સ્તૂપ, (૨૭) મોર, (૨૮) કાચબો, (૨૯) અષ્ટાપદ, (૩૦) સ્થાલ (થાળી), (૩૧) સમુદ્ર અને (૩૨) સિંહ એ ઉત્તમ પુરૂષનાં બત્રીસ લક્ષણ છે.
શ્રીભદ્રબાસ્વામિવિરચિત કલ્પસૂત્રની ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત “સુબોધિકારમાં આ બત્રીસ લક્ષણોને સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે –
“જીવ્ર તૈમવં પૈગૂ થવો ટૂંઢિરાઃ
वापी-स्वस्तिक तोरणानि च संरः पंञ्चाननः पादपः । चक्र शङ्ख-गजो समुद्र-कलशौ प्रासाद-मत्स्यौ येवो
પ-પ-મજૂનિ ચામો ઃ –શાર્દૂલ૦
उक्षा पैताका कमलाभिषेकः । सुदाम केकी घनपुण्यभाजाम् ॥" અર્થાત-(૧) છત્ર, (૨) કમળ, (૩) ધનુષ્ય, (૪) ઉત્તમ રથ, (૫) વા, (૬) કાચબો, (૭) અંકુશ, (૮) વાવ, (૯) સાથિયો, (૧૦) તોરણ, (૧૧) સરોવર, (૧૨) સિંહ, (૧૩) વૃક્ષ, (૧૪) ચક, (૧૫) શંખ, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કળશ, (૧૯) મહેલ, (૨૦) માછલું, (૨૧) યવ, (૨૨) યજ્ઞ-સ્તષ્ણ, (૨૩) સ્તૂપ, (૨૪) કમડળ, (૨૫) રાજા, (૨૬) સુંદર ચામર, (૨૭) દર્પણું, (૨૮) બળદ, (ર૯) પતાકા, (૩૦) પાભિષેક, (૩૧) સુંદર માળા અને (૩૨) મેર એ અતિશય પુણયશાળીનાં બત્રીસ લક્ષણ છે.' કંદમન–
કંદર્પન સંબંધી આ કાવ્યમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હોવાથી એને વિષે વિચાર કરવો આવશ્યક સમજાય છે.
હિંદુ શાસ્ત્રમાં કંદર્પને રતિના પતિ તરીકે તેમજ વસન્તના મિત્ર તરીકે ઓળખાવ્યો છે. વળી ત્યાં એને અરવિન્દ, અશોક, આમ્ર, નવમલ્લિકા અને નીલ કમલ એ પાંચ બાણવાળો તેમજ પુષ્પના ધનુષ્યવાળો તેમજ મકરના ચિહ્નથી અંકિત દવાવાળો આલેખ્યો છે. ટૂંકમ એ શાસ્ત્રમાં કંદર્પના સંબંધમાં તે જીવતી જાગતિ વ્યક્તિ છે એવો ઉલ્લેખ છે. વળી તેણે મહાદેવની પણ ખબર લેવામાં પાછી પાની કરી નથી એમ એ શાસ્ત્ર ઉપરથી જોઈ શકાય છે. આ વાતની નીચેનો શ્લોક પણ સાક્ષી પૂરે છે.
૧ આ ઉપરથી જોઈ શકાય છે કે બત્રીસ લક્ષણે પૈકી મત-ભેદ છે. વિશેષમાં ભાલો તેમજ રાજહંસરૂપી લક્ષણોને તો અત્રે ઉલ્લેખ જ નથી, એ વિચારણીય છે; પરંતુ તેનો ૧૦૦૮ લક્ષણોમાં સમાવેશ થતો હોવો જોઈએ.
૨ પહેલા, પાંચમા, અગ્યારમા તથા ઓગણીસમા પઘોમાં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org