________________
શ્રીમદ્ મેહનલાલજી મહારાજશ્રીના શિષ્ય-રત્ન પન્યાસ શ્રીહર્ષમુનિરાજના શિષ્યવર્ય જેન તિષ-શિલ્પ-વિદ્યા-મહેદધિ જૈનાચાર્ય
શ્રીજયસૂરીશ્વરનો અભિપ્રાય.
શ્રીમતી આગમેદય સમિતિ તરફથી પડિત શ્રીમેરૂવિજ્યગણિકૃત ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ નામના પુસ્તકના ફર્મો મને શુદ્ધિ-પત્ર તૈયાર કરવાને માટે સુશ્રાવક શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરી તરફથી અવાર નવાર મળતાં રહ્યાં છે. પરંતુ આ ગ્રન્થના સંશોધનનું કાર્ય એવું સુન્દર રીતે કરવામાં આવ્યું છે કે શુદ્ધિ-પત્ર આપવા જેવી અશુદ્ધિઓ એમાં દૃષ્ટિગોચર થતી નથી. વિશેષમાં સંપાદનીય કાર્ય સુસંગઠનરૂપથી કરવામાં આવ્યું છે એટલે આવા અપૂર્વ ગ્રન્થ-રત્નના પ્રકાશનથી અવશ્ય સાહિત્યની અભિવૃદ્ધિ થઈ છે. આ ગ્રંથમાં ખાસ ખૂબી તે એ છે કે મૂળ લેકોના ઉપર પજ્ઞ વિવરણ હોવા ઉપરાંત અન્વય, શબ્દાર્થ, પ્લેકાર્થ તથા સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યાં છે. આથી કરીને ગ્રથના મહત્ત્વમાં પણ ઓર વધારો થયે છે. આથી સરકૃતના અભ્યાસીઓ જ આ ગ્રન્થને લાભ પૂર્ણ રીતે મેળવી શકશે એટલું જ નહિ પરંતુ તેના અનભિજ્ઞો પણ લાભ લઈ શકશે.
વળી અન્તમાં જે અકારાદિક્રમ પૂર્વકને શબ્દ-કોષ તેમજ સમાસ-વિગ્રહ આપવામાં આવ્યા છે તેથી આ ગ્રન્થના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને વિશેષ અનુકૂળતા પ્રાપ્ત થઈ છે. આ ગ્રન્થની વળી એ પણ એક વિશિષ્ટતા છે કે વિવિધ છન્દાશાસ્ત્રને આધારે ગણ તથા વસંતતિલકા વૃત્તના સંબંધમાં સુસ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત મૂળ પ્રસ્થમાં જે જે દેવી-દેવતાની સ્તુતિ કરવામાં આવી છે તેના વર્ણને પણ ઘણી જ સરલતાથી સમજાવવા પ્રયત્ન કરવામાં આવે છે. વિશેષમાં આ ગ્રંથના અંતમાં પરિશિષ્ટ આપી તેને સમલંકૃત કરવામાં આવ્યું છે. વળી ભૂમિકામાં પણ વિવિધ વિષયે સુન્દર રીતે આ લેખવામાં આવ્યા છે.
આવા પ્રકારનું કાર્ય તે પહેલ વહેલુંજ આ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું જોવાય છે. એથી આ પ્રસંગે એટલું તે માટે જરૂર ઉમરેવું પડશે કે આવા કાર્યથી સાહિત્યરેખા ઝળકી નીકળે છે. વળી આથી જૈનેતર વિદ્વાને પણ જૈન સાહિત્ય પ્રત્યે આકર્ષાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org