________________
ભૂમિકા. ત્રિભંગી પ્રકરણની વૃત્તિ રચનારા તરીકે તે ગ્રન્થના અન્તિમ ભાગમાં આપેલા લેકમાં વિજયવિમલ નામ સુસ્પષ્ટ નજરે પડે છે. આ રહ્યા તે શ્લેક
" तपगणपुष्करतरणि-श्रीश्रीआनन्दविमलसूरीणाम् । शिष्येणेयं टीका, विहिता गणिविजयविमलेन ॥१॥ द्विखरसनिशाकर( १६०२ )मिते वर्षे हर्षेण 'राणपुर 'नगरे ।
स्वपरार्थकृते रचिता, टीकेयं भवतु पुण्यकरी ॥२॥" ૩૧ પદ્યવાળા અન્નાયઉછકુલક (અજ્ઞાઓંછ પ્રકરણુ)ની વૃત્તિના પ્રાન્ત ભાગમાંના નિમ્નલિખિત–
" कोविदविजयविमलगणिशिष्येणानन्दविजयसंज्ञेन ।
__एकत्रिंशत्पद्यार्थों लिखितः कोऽपि समयोक्तः ॥" –ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે કે તેના કર્તા શ્રીવિજયવિમલગણિના શિષ્ય-રત્ન શ્રીઆનંદવિજય છે. એટલે કે આ ઉલ્લેખ તે સત્ય છે.
શ્રીમેરૂવિજયગણિ તેમજ શ્રી બુદ્ધિવિમલ મુનિના ગુરૂ અને જેસલમેરમાંના તપાગચ્છના ભંડારના સંવર્ધક–પષક એવા આ શ્રીઆનન્દવિજયગણિએ શ્રીહીરવિજયસૂરિને તેમજ શ્રી વિજયસેનસરિને પૂછેલા મનનીય પ્રશ્ન હીરપ્રકન યાને પ્રોત્તર સમુચ્ચય (શ્રી હંસવિજય જૈન ક્રી લાયબ્રેરી ગ્રન્થમાલા નં. ૧૮) ના ૫. ૧૨ માં તેમજ સેનમન (દે. લા. પુ. ફં.) ના પ. ૧૮-૨૩ માં છે. મેરૂવિજય નામના અન્ય મુનીશ્વરે
મહોપાધ્યાય ૪ શ્રીમેઘવિજયગણના શિષ્ય-રત્નનું નામ એરવિજય છે. વળી (૧) નવા વાડી સઝાય, (૨) ઈરિયાવહી સઝાય (ગાથાંક ૧૬), (૩) મેતાર્યમુનિ સઝાય (ગા. ૧૫), (૪)
૧ આ વૃત્તિ જન આત્માનંદ સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત થયેલી છે. સાથે સાથે આ ગ્રન્થમાં વાનરષિએ રચેલું સાવચૂરિક બંધદયસત્તા પ્રકરણ પણ આપેલું છે. વિશેષમાં સં. ૧૬ર૭ માં રચેલી અવસૂરિ સાથેનું તેમણે રચેલું ભાવપ્રકરણ પણ આ સભા તરફથી પ્રસિદ્ધ થયેલું છે.
૨ શ્રીઆનન્દવિજયગણિકૃત પધાર્થ (વૃત્તિ) સહિત શ્રી આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૮૬૮ માં પ્રસિદ્ધ થએલા આ ગ્રન્થના અન્તિમ ભાગમાં “તિ “અન્નાથપુંછાળે ” તિ વૃત્તિઃ સમાતા છે પતિબાનવિનયળતા સુવિદિતતિતતિવાચનાકૃતિ ચિહિતા પ્રથમ વૃદ્ધિવિમળનાં” આ પ્રમાણેને ઉલ્લેખ છે. આમાં પણ બુદ્ધિવિમલનું નામ નજરે પડે છે. પરંતુ અત્ર તેઓ પિતાને શ્રી આનન્દ્રવિજયણિના શિષ્ય તરીકે ઓળખાવતા નથી એ વિચારણુય છે. - ૩ પ્રકરણદિકના સારા પ્રેમી અને વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયેલા આ શ્રીવિજ્યવિમલગણિએ ગચ્છાચાર પ્રકીર્ણની ટીકા તેમજ તદુલચારિકની અવચૂરિ (વ્યાખ્યા) રચી છે. આ પૈકી પ્રથમ ગ્રખ્ય શ્રીઆગમેદય સમિતિએ અને દ્વિતીય ગ્રન્થ શ્રેષ્ટિ દે. લા. જે. પુ. ફંડ તરફથી પ્રકાશિત થયેલ છે.
૪ જુએ ભક્તામર તથા કલ્યાણમન્દિરસ્તોની મદીય ભૂમિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org