________________
-
-
-
-
-
પ્રકાશકીય.
ott
કો’કે સાચું જ કહ્યું છે, “ નોધને તુરતા સા વતિ ચાતુરી” .. જે આલોકમાં ને પરલોકમાં આત્માના હિતને સાધી આપે તે જ ખરી ચતુરાઈ. દુનિયામાં ચમત્કૃતિ ભરેલા કાવ્યોનો તોટો
નથી. લાટાનુપ્રાસ, યમક, ગતિચિત્ર, આકારચિત્ર, માત્રાટ્યુત, વર્ણવ્યુત, ક્રિયાગૂઢ, કારકગૂઢ, , વદિશ્લેષોથી ભરેલા કાવ્યો છે કે જેને જોતાની સાથે દિગ્ગજ પંડિતો ય મોઢામાં આંગળા નાખી દે.. તે આજે ય વિદ્યમાન છે.
પણ... કો'ક તેના વાચકને કામપરવશ કરી મૂકે તેવા શૃંગારરસથી ભરેલા છે તો કો'ક વાચકને દુર્ગતિની વાટે ચડાવી દે તેવા વીરરસાદિથી પ્રચૂર છે. અહીં ‘અધ્યાત્મસારનું મહોપાધ્યાયજીનું વચન 8 યાદ આવ્યા વિના રહેતું નથી.
विषमायतिभिर्नु किं रसैः स्फुटमापात्तसुखैः विकारिभिः ?
नवमे नवमे रसे मनो, यदि मग्नं सतताविकारिणि ॥ ખરેખર શાંતરસનો આસ્વાદ સામે ષડ્રસના ભોજનો તો કોઈ તુલનામાં આવી શકે તેમ નથી. પ્રભુભક્તિના શાંતસુધારસની ખળખળ વહેતી ગંગા સાથે કાવ્યચમત્કૃતિથી ભરેલ એવા એક અદ્ભુત ગ્રંથ આપના હાથમાં શોભી રહ્યો છે.
શ્રી ભક્તામરસ્તોત્ર કે શ્રીયુત પ્રો. હીરાભાઈ વિષે તો કંઈ કહેવાની જ જરૂર નથી અને આ કાવ્યના રસ. ભાવ... ચમત્કારોનો તો વાચકને જ અનુભવ કરવો રહ્યો. સંપાદકના પ્રચંડ શ્રમે આ ગ્રંથે સુંદર સ્પષ્ટીકરણોથી અલંકૃત કર્યો છે.
પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ વિજય હેમચંદ્રસૂરીશ્વરજીની અનરાધાર કૃપાવૃષ્ટિથી અને તેઓશ્રીની પ્રેરણાથી શ્રતોદ્ધારના સુકૃતમાં ૩૦૦થી વધુ ગ્રંથરત્નોને પુનર્જીવન પ્રદાન કરવામાં અમને સફળતા મળી છે. છપાતાં દરેક ગ્રંથો ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ અપાય છે. પ્રાન્ત... પેલા કવિવર્યનું વચન યાદ આવે છે. “સરસ્વતી : પ નિસરસ્વતિ વિદિ ” શ્રુતાધિષ્ઠાયિકા માં સરસ્વતી સદા સાનિધ્યકારી થાઓ તે જ પ્રાર્થના...
felal PGLURUL OMRLLI
• ટ્રસ્ટીઓ છે ચંદ્રકુમારભાઈ બાબુભાઈ જરીવાલા • લલિતકુમાર રતનચંદ કોઠારી
પુંડરિકભાઈ અંબાલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org