________________
પ્રસ્તાવના
શ્રાવક શાહ ભીમસિંહ માણકે ઈ. સ. ૧૮૯૨માં પ્રસિદ્ધ કરેલ સક્ઝાયમાલા (ભા. ૧)માં બે સ્થળે ધર્મસિંહને ઉલ્લેખ છે. તે પૈકી ૩૨૪ મા પૃષગત શ્રીરત્નગુરૂની જોડના કર્તા તે પ્રસ્તુત કવિરાજથી ભિન્ન છે એ વાત એમના ગુરૂના નામ ઉપરથી સમજી શકાય છે, જ્યારે ર૯ મા પૃષ્ઠમાં આપેલા સાધુની સઝાયના કર્તા કોણ છે તેને નિર્ણય કરવો બાકી રહે છે, કેમકે તેના અન્તમાં તે એટલો જ ઉલ્લેખ છે કે –
“સાધુ તણા ગુણ ગાવતાં રે, સફલ હોયે નિજ આશ રે;
ધર્મસિંહ મુનિવર કહે રે, સુણતાં લીલવિલાસ રે. ૧૯ આ ઉપરાંત ધર્મસિંહ નામને નિર્દેશ પંચપ્રતિકમણુસૂત્રના ૨૦૪ મા પૃષ્ઠમાં છે, પરંતુ એ ધર્મેસિંહ મુનીશ્વર તે શ્રીનિકુશલ મુનિરાજના શિષ્ય છે. કેમકે ત્યાં કહ્યું છે કે –
“ધર્મસિંહ ધ્યાન ધરે સેવક કુશલ કરે
સાચો શ્રીનિકુશલ ગુરૂ નામ મેં કહા હૈ. ૨.” આ પૃષ્ઠગત છપ્પા પણ એમની કૃતિ હોય એમ ભાસે છે. વળી ૨૦૩ મા પૃષ્ઠ ઉપર સર્વે કે જેના અંતમાં
કહે ધરમસિંહ લીધે કુણ લહ, દિયે જિનદત્તકી એક દહાઈ” એવો ઉલ્લેખ છે તેના કર્તા પણ આજ મુનીશ્વર હશે એમ લાગે છે.
શિવજી આચાર્યરાસના કર્તા પણ ધર્મસિંહ નામના કોઈ મુનિવર છે એમ જૈન ગૂર્જર કવિઓ' (પૃ. ૫૮૫-૫૮૬) ઉપરથી જણાય છે.'
શ્રીભક્તામરતેત્રના ચતુર્થપદસમસ્યારૂપ અને શ્રી નેમિનાથને ઉદ્દેશીને રચાયેલા પ્રાણપ્રિય કાવ્યના કર્તા મુનિ શ્રીરત્નસિંહના ગુરૂનું નામ પણ ધર્મસિંહ છે, પરંતુ તેઓ મુનિરાજ શ્રીસંઘર્ષના શિષ્ય થાય છે એટલે તેઓ તે પ્રસ્તુત ન હોવા વિશે શંકા રહેતી નથી.
આ ઉપરથી જોઈ શકાય છે તેમ ધર્મસિંહ નામના અનેક મુનિવર્યો થઈ ગયા છે, પરંતુ તે પૈકી સત્તરમા સૈકામાં થઈ ગયેલા કેટલાક મુનિરત્ન સંબંધી વિચાર કરીશું તો જણાશે કે
૧ આ ખરતરગચ્છીય પુસ્તક છે અને તે ઈ. સ. ૧૯૦૯ માં શ્રાવક શ૦ ભીમસિંહ માણકે પ્રસિદ્ધ કર્યું હતું. ૨ પાWજીનસ્તવન (પૃ. ૧૯૧-૧૯૨ ને કર્તાનું નામ પ્રમસી છે, એમ
તત્ત્વ વિચારી મન શુદ્ધ ધારી, શ્રીધી(ધ્ર)મસી સુખકારી રાજ. ૭” એ કડી ઉપરથી જોઈ શકાય છે. પરંતુ આ પ્રમસી (ધર્મસિંહ) તે કેણ તે જાણવું બાકી રહે છે.
૩ શ્રીસુમતિસુન્દરસૂરિના સમયમાં ધર્મસિંહ નામના જૈન ગૃહસ્થ પણ થઈ ગયા છે એ વાત શ્રીમચારિત્રગણિત ગુરૂગુણરત્નાકર કાવ્યના તૃતીય સર્ગના નિમ્નલિખિત ૯૪ મા બ્લેક ઉપરથી જોઈ શકાય છે
____ "आकार्य सुमतिसुन्दरसूरिवरान् सोत्सवेन विनयेन ।
धय॑भ्यधर्मसिंहः प्रक्लृप्तवान् पिप्पलीयपुरे ॥" ૪ આનું અંતિમ પવ એ છે કે
"श्रीसङ्घहर्षसुविनेयकधर्मसिंह-पादारविन्दमधुलिण्मनिरत्नसिंहः। 'भक्तामर स्तुतिचतुर्थपदं गृहीत्वा, श्रीनेमिवर्णनमिदं विदधे कवित्वम् ॥५॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org