________________
પ્રસ્તાવના
કત શ્રીભાવપ્રભસૂરિએ પિતાની કૃતિ ઉપર વિશેષ પ્રકાશ પડે તેટલા માટે
પજ્ઞ ટીકા રચી
૧ “શ્રીભક્તામરસત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ' (વિ૦ ૧)ના ઉદ્દઘાત (પૃ. ૯)માં એમની જે કૃતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે ઉપરાંત એમણે શ્રીલલિતપ્રભસૂરિકૃત શ્રી શાંતિનાથસ્તુતિની ટીકા સં. ૧૭૬૫ માં રચી છે, એ વાત જૈન સ્તોત્રસંગ્રહના પ્રથમ વિભાગના ૩૪મા પૃત્ર ઉપરથી જોઈ શકાય છે. વળી કહેવામાં આવે છે તેમ કવીશ્વર કાલિદાસકૃત તિવિંદાભરણ ઉપર તેમણે સુખબાધિકા નામની સંસ્કૃત ટીકા પણ રચી છે. વળી તેમણે “f ધૂમ' થી શરૂ થતા શ્રીચિન્તામણિપાશ્વ-સ્તોત્રને બાલાવબોધ રચ્યો છે. વિશેષમાં ગલિકાથ પણ એમની કૃતિ છે, એની પ્રતિ છાણી (વડોદરા)ના ભંડારમાં છે.
શ્રીનેમિભક્તામર (મૂળ કાવ્ય)ની ટિપ્પણીમાં સૂચવ્યા મુજબ શ્રી માંડણની પત્ની વાલિમ દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા આ શ્રીભાવપ્રભારિએ “ઉડી સવેરા' થી શરૂ થતી બાલાવબોધ સહિત આધ્યાત્મિક સ્તુતિ ગૂર્જર ગિરામાં રચી છે એટલું જ નહિ, પરંતુ તેમની બીજી પણ કેટલીક કૃતિઓ ગુજરાતી ભાષામાં છે. જેમકે સંવત ૧૭૫૬ માં ભાવરત્નના નામથી રચેલ ઝાંઝરીયા મુનિ સજઝાય, સં. ૧૭૬૯ માં રૂપપુરમાં રચેલે હરિબલ મચ્છીને રાસ, સં. ૧૭૭૫માં અંબાનો રાસ સં ૧૭૯૭ માં સુભદ્રાસતી રાસ, સં. ૧૭૯૯ (નવ નવ ઘોડલે ચંદ)માં પાટણમાં બુદ્ધિ વિમલા સતીનો રાસ, નવાવાડની સઝાય, ૧૩ કાઠિયાની સક્ઝાય (સક્ઝાયમાલા ભા૧, પૃ. ૭૭ ) અને સભા-ચમકાર (ચમત્કારિક કુતુહલ).
જેનધર્મવરસ્તોત્રની પણ ટીકા ઉપરથી જોઈ શકાય છે તેમ પૂર્ણિમ ગચ્છની પ્રધાન શાખામાં થયેલા શ્રીભાવપ્રભસૂરિ પાટણ (અણહિલપુર)ના દર વાડાના ઉપાશ્રયમાં વસતા હતા. (આથી કરીને તેમની દેર એવી શાખા પડી હતી). આ ટીકામાં તેમની પટ્ટ-પરંપરા સૂચવી છે, પરંતુ એથી વિશેષ માહિતી તે પૂનમિયા ગની ચંદ્ર (પ્રધાન) શાખામાં થયેલા શ્રીલલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૪૮ ને આ વદિ ૮ ને રવિવારે રચેલ પાટણચૈત્યપરિપાટી (શ્રીહંસવિજ્યજી જૈન કી લાઈબ્રેરી ગ્રંથમાલા નં. ૨૮ )ની પ્રશસ્તિ ઉપરથી મળી શકે છે. તે નીચે મુજબ છે.
ભુવનપ્રભસૂરિ કમલપ્રભસૂરિ પુણ્યપ્રભસૂરિ વિઘાપ્રભસૂરિ લલિતપ્રભસૂરિ વિનયપ્રભસૂરિ મહિમારભસૂરિ
ભાવપ્રભસૂરિ આ પૈકી પુણ્યપ્રભસૂરિજી સં. ૧૬૦૮ ને પ્રતિમાલેખ છે, એમ જૈન ધાતુતિમાલેખસંગ્રહ (ભા. ૧)ના નિમ્નલિખિત ૧૨૪મા લેખાંક ઉપરથી જોઈ શકાય છે –
“सं. १६०८ वर्षे वैशाख सुदि १३ शुके कुमरगिरिवास्तव्यप्राग्वाट ज्ञातीयलनसजानेश्रुष्टेवणी (१) सुत श्रे० सूरामिलसु श्रे• लहुआ भा० हीरा पुत्रपौत्रसहितेन स्वपुण्यार्थं श्रीशांतिनाथबिंब कारापितं प्रतिष्ठितं श्रीपूर्णिमापक्षे भट्टारकश्रीकमलप्रभसूरिपट्टे श्रीपुण्यप्रभसूरिभिः।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org