SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ पार्श्व-भक्तामरम् [ શ્રી પાર્શ્વ અર્થાતુ હે પ્રણામ કરનારા (જીવ)ની પીડાને દૂર કરનાર! હે શોક રહિત ! તથા હે સુન્દર જ્ઞાનવાળા ઋષભ (નાથ) ! (જ્યારે) તું (સમવસરણમાં) બેઠે, (ત્યારે) ભામડળ, સિંહસન, અશોક તથા પુષ્પવૃષ્ટિ વડે સુશોભિત એવો તું દિવ્ય ધ્વનિ, શ્વેત છત્ર અને ચામરે તેમજ દુભિના ધ્વનિઓએ કરીને સ્તોત્ર-રચનાના અભ્યાસ યુક્ત દર (નામના વાદિત્ર)વાળા (દેવ)થી (અને અન્ય) મનુષ્યથી શોભી રહ્યો. પ્રાતિહાર્યનાં અનેક મનીશ્વરેએ વર્ણન આપેલાં છે. તે પૈકી શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પ્રવચનસારેદાર દ્વા. ૩૯)ની શ્રીસિદ્ધસેનરિકૃતિ ટકામાં આઠે પ્રાતિહાર્યોનું ગદ્યમાં વર્ણન છે. પદ્યમાં પણ આનાં અનેક વણને છે. જેમકે, શ્રીમાનગરિકૃત ભક્તામર-સ્તોત્રના ૨૮ થી તે ૩૧ સુધીના પદ્યમાં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર પ્રાતિહાર્યોનું વર્ણન નજરે પડે છે, જ્યારે તાર્કિક-ચક્ર-ચૂડામણિ આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણમદિર-સ્તોત્રમાં તે ૧લ્લી ૨૬ પદ સુધીમાં આઠે પ્રાતિહાર્યોનું આલંકારિક વર્ણન દષ્ટિગોચર થાય છે. આ ઉપરાંત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત વીતરાગ-તેત્રના પંચમ પ્રકાશમાં પણ પ્રાતિહાર્યો વર્ણવેલાં છે. વળી શ્રીજિનસુન્દરસૂરિકૃત શ્રીસીમન્તરવામિસ્તવન ( શ્લોટ ૨–૯)માં, શ્રીજિનપ્રભસૂરિકૃત શ્રીવીરપંચકલ્યાણક સ્તવન (શ્લોટ ૧૯૨૬)માં, શ્રી જ્ઞાનસાગરસૂરિકૃત શ્રી પાર્શ્વજિન-સ્તવન (૦૭–૧૪)માં, શ્રીવિબુધમન મુનીશ્વરના શિષ્ય પં. શ્રીસહજમણડનગણિકૃત શ્રીસીમન્વરસ્વામિ-સ્તોત્ર (સ્ફોટ ૬–૧૩)માં પણ આઠે પ્રાતિહાર્યોનું પધાત્મક વર્ણન છે. પરંતુ આમાંનાં ઘણાંખરાં વર્ણન જૈન સમાજમાં સુપ્રસિદ્ધ હેવાથી તેમજ જે જે પુરતમાં તે મુદ્રિત થયાં છે તે સુલભ હેવાથી અબ મેરે ભાગે અપ્રસિદ્ધ એવાં બે વર્ણને ભાષાન્તર સહિત આપવામાં આવે છે. તેમાં પ્રથમ વર્ણન તે પૂર્વમુનીશ્વરકૃત વિવિધ છંદમાં રચેલા એવા ફેર પધવાળા સોપારક-તવનના નિલિખિત ૧રમાથી તે ૧લ્મા સુધીનાં પડ્યો દ્વારા જોઈ લઈએ. त्वच्चैत्याद्भुतपादपस्य चरितं वृन्दारुदेवासुर-- श्रेणीमानवतिर्यगातपभरप्रध्वंसरूपं प्रभो! । श्रुत्वा किं तरवोऽधुनापि कदलीसन्नालिकेर्यादयः पार्श्वे ते प्रथयन्ति सङ्घजनतापापापनोदं सदा ॥ १२ ॥ -शार्दूलविक्रीडितम् અર્થાત્ હે નાથ ! વન્દનશીલ સુર અને અસુરની શ્રેણિના તથા મનુષ્ય અને તિર્થના સંતાપના સમૂહને સર્વથા નાશ કરનારું એવું તારા ચૈત્યના આશ્ચર્યકારી વૃક્ષનું ચરિત્ર સાંભળીને શું ૧ જુએ શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલાને નવમે અંક–શ્રી જૈનસ્તોત્ર સંગ્રહને દ્વિતીય ભાગ (પૃ. ૨૫-૨૬). ૨ જુઓ પ્રકરણરત્નાકરને દ્વિતીય ભાગ (પૃ. ૨૫૦). ३ सूर्याश्चैयदि मस्सजौ सततगाः शार्दूलविक्रीडितम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy