________________
ભક્તામર ]
श्रीलाभविनयगणिगुम्फितं
૧૨૭
કદાચ સમુદ્રને બે હાથ વડે તરી જવામાં કે કુશાગ્ર વડે તેના જળને માપવામાં કે સ્વયંભ્રમણ નામના અંતિમ સમુદ્રનું પાન કરી જવામાં કે બે ભુજ વડે પૃથ્વીને ઉપાડવામાં કે આકાશમાં ઉછળી ચંદ્રનું ઉલ્લંધન કરવામાં કે મેરૂ પર્વતને હાથ વડે કંપાવવામાં કૈં મસ્તક વડે પર્વતને તાડવામાં કે ગતિ વડે વાયુને પણ પરાસ્ત કરવામાં કે આ સમગ્ર કાર્ય કરવામાં દાઇ સમર્થ હાઇ શકે, પરંતુ પરમેશ્વરના ગુણાને ગણવામાં તે દાઇ સમર્થ હતું નહિ, છે નહિ અને થશે નહિ; કેમકે તે ગુણેા અગણિત—અનન્ત છે. આ સંબંધમાં શ્રીપુષ્પદંતે રચેલેા નિમ્ન-લિખિત શ્લાક દિવ્ય પ્રકાશ પાડે છે, કેમકે ત્યાં કહ્યું છે કે—
“ असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
તપ તવ મુળાનામીરા ! પારં ન યાતિ ।−' માલિની —શિવમહિમ્નસ્તાત્ર, શ્લા ૩૨
અર્થાત્ સમુદ્રશ્ય પાત્ર ( ખડિયા )માં કાળા પર્વત સમાન કાજળ ( નાંખી સાહી બનાવી) હાય અને દેવવૃક્ષની ઉત્તમ શાખાએ લેખિની( રૂપે ) હાય અને પૃથ્વી( રૂપ ) વિશાળ પત્ર હાય અને તે ગ્રહણ કરીને ( રવયં ) સરસ્વતી ( દેવી ) સર્વદા લખ્યા કરે તેાપણુ હું ઈશ્વર ! તારા ગુણાના પાર આવે તેમ નથી.
આના કરતાં પણ શ્રીભુવનસુન્દરસૂરિષ્કૃત ‘ શ્રીઅર્બુદમણ્ડનશ્રયુગાદિદેવ-શ્રીનેમિનાથસ્તવન'ના તૃતીય શ્ર્લેાક વિશેષ પ્રકાશ પાડે છે, કેમકે તેમાં કહ્યું છે કે~~~
" पत्रं व्योम मषी महाम्बुधिसरित्कुल्यादिकानां जलं लेखिन्यः सुरभूरुहाः सुरगणास्ते लेखितारः समे । आयुः सागरकोटयो बहुतराः स्युचेत् तथापि प्रभो !
Jain Education International
नैकस्यापि गुणस्य ते जिन ! भवेत् सामस्त्यतो लेखनम् ॥”
અર્થાત્ આકાશ (જેવડું લેખન ) પત્ર હાય, મહાસાગર, નદી, નહેર વિગેરેના જળ ( જેટલી ) સાહી ઢાય, દેવવૃક્ષે! ( રૂપ ) લેખિની હાય, સુપ્રસિદ્ધ સમરત સુરેશના સમૂહે લેખકા ઢાય અને સાગરાપમની અનેક કાટીએ (જેટલું) આયુષ્ય હેાય તે પણ હે નાથ ! હે જિન ! તારા એક પણ ગુણનું સંપૂર્ણ વર્ણન થઇ શકે નહિ.”
પ્રયાગ–વિચાર——
આ પદ્યમાં યૈઃ રૂપ વાપરીને બહુવચનના પ્રયોગ કરવામાં આવ્યા છે તે વાસ્તવિક નથી, કેમકે મનુષ્યને બેજ પગ હાય છે તેથી ‘ પામ્યાં ' એવું દ્વિવચનાત્મક રૂપ વાપરવું જોઇતું હતું એવા પ્રશ્ન ઉદ્ભવે છે. પરંતુ આનું સમાધાન એ છે કે વૈક્રિય લબ્ધિથી અનેક પગે વિકુર્તી શકનાર કાઇ સુર પણ અનન્ત આકાશનું ઉલ્લંધન નહિ કરી શકે એમ સુચવવા દ્વિવચનને બદલે
For Private & Personal Use Only
www.jainelibrary.org