SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् રાજા માધવદેવને બતાવે અને “કાશી'નરેશ જયન્તચન્દ્ર ઉપર એવો લેખ કરી આપો કે આ ગ્રન્થ શુદ્ધ છે. શ્રીહર્ષની આ વાત ઉપર ત્યાંના બ્રાહ્મણોએ જરા પણ ધ્યાન આપ્યું નહિ એટલે તે ઘણા મહિના સુધી ત્યાં રહ્યા. તે ભાથુ માત્ર ખાઈ રહે અને અંતમાં બળદ વિગેરે પણ તેને વેચવાનો વારો આવે. એક વાર નદી પાસે કુવા આગળ શ્રીહર્ષ ગુપ્ત રીતે રૂદ્ર જાપ કરતા હતા. તેવામાં કોઈ ગૃહુરથની બે દાસીઓ ત્યાં જળ ભરવા આવી. એકે કહ્યું કે હું પહેલી ભરૂં અને બીજીએ કહ્યું કે હું પહેલી ભરૂ. એમ કરતાં કરતાં તે બે જણ લડી પડી. તે બંને વચ્ચે ગાળાગાળી અને અંતમાં મારામારી પણ થઈ. આથી તે બંનેએ રાજા આગળ ફરિયાદ કરી એટલે રાજાએ આ બાબતમાં કેઈ સાક્ષી હોય તે તેને હાજર કરવા કહ્યું. તે સ્ત્રીઓએ કહ્યું કે એ કુવા આગળ એક બ્રાહ્મણ જાપ જપે છે તે આ વાતને સાક્ષી છે. આ ખબર મળતાં રાજપુરૂષે દ્વારા રાજાએ શ્રીહર્ષને બેલાવી મંગાવ્યું અને તેને સાચી હકીક્ત નિવેદન કરવા હુકમ કર્યો. શ્રીહર્ષે ગીર્વાણ ગિરામાં ઉત્તર આપ્યો કે હું તે પરદેશી છું અને આ પ્રાકૃત બેલનારીઓએ શું કહ્યું તે હું સમજી શક્ય નથીમાત્ર તેમના શબ્દ મને યાદ છે. રાજાએ કહ્યું કે તે કહે. એટલે તેણે તે શબ્દો બરાબર કહી સંભળાવ્યા. આથી રાજાને ઘણે અચંબે લાગે કે આની અવધારણ-શકિત કેવી અદ્ભુત છે ! દાસીઓના કલહને યોગ્ય ન્યાય આપી તેમને વિદાય કર્યા બાદ તે રાજાએ શ્રીહર્ષને પિતાની ઓળખાણ આપવા કહ્યું. આને યેગ્ય ઉત્તર આપતાં તેણે રાજાને કહ્યું કે તમારા પણ્ડિતાની દુર્જનતાને લીધે તમારા નગરમાં મેં બહુ દુઃખ ભોગવ્યું છે. આથી રાજાએ પડિતેને બોલાવીને ઘણો ઠપકે આપે અને શ્રીહર્ષને યોગ્ય સત્કાર કરવા તે પ્રત્યેકને ફરજ પાડી. પછીથી સત્કારપૂર્વક રાજાએ શ્રીહર્ષને પિતાને નગરે સત્કાર્યજ્ઞ પુરૂષ સહિત વિદાય કર્યો તે જઈને જયન્તચન્દ્રને મળ્યો. સર્વ વૃત્તાન્ત સાંભળીને તે રાજા બહુ ખુશી થશે અને ત્યારથી નૈષધકાવ્ય લેકમાં પ્રસિદ્ધિને પામ્યું. જયન્તચન્દ્ર ભગિની તરીકે રાખેલી ગર્વિષ્ટ વિદુષી સૂહરદેવી શ્રીહર્ષની ખ્યાતિ સહન કરી શકી નહિ, કેમકે જેમ તે વિદુષીની કલાભારતી તરીકે પ્રસિદ્ધિ હતી તેમ શ્રીહર્ષને લેકે નરભારતી કહેતા હતા. આથી એક દિવસે તેણે શ્રીહર્ષને પિતાની પાસે બેલા અને તેને સત્કાર કરતાં પૂછયું કે તમે કોણ છે ? શ્રીહર્ષે જવાબ આપ્યો કે હું કલાસર્વજ્ઞ છે. આથી તે રાણીએ કહ્યું કે મને પગરખાં પહેરાવે. ( આ પ્રમાણે કહેવાની મતલબ એ હતી કે જે શ્રીહર્ષ એ હું નથી જાણતો એમ કહે તો તે અસર્વજ્ઞ કરે.) શ્રીહર્ષે આ વાત અંગીકાર કરી અને તે પિતાને ઘેર ગ. ઝાડનાં પાંદડાં ભેગાં કરી તેના વડે તેણે પગરખાં બનાવ્યાં અને સાંજના સૂવદેવીને બેલાવી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. વિશેષમાં તેણે તે સ્વામિનીને કહ્યું કે રાજા આગળ પણ સિંચન કરજે, હું તે ચર્મકાર છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy