SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ सरस्वती-भक्तामरम् [સરવતીકાલિદાસ કાલિદાસ એ કવીશ્વર છે એ કથનને નીચેને લોક પણ પૂરવાર કરી આપે છે – “વઃ ાિરાવાર, જાવો વામણમી. uતે જમા ર, વાર્થ પ્રતિષ્ઠિતમ્ / ૨ //” અર્થાત કાલિદાસ પ્રમુખ પણ કવિઓ છે અને અમે પણ કવિઓ છીએ; વળી પર્વત તેમજ પરમાણુ એ બંનેમાં પદાર્થ પ્રતિષ્ઠિત છે ( છતાં પણ જેમ તે બેમાં અંતર છે, તેવું અંતર અમારામાં અને કાલિદાસાદિક વિશ્વમાં છે). આ સંબંધમાં એક બીજે લોકો પણ વિચારો અનાવશ્યક નહિ ગણાય. તે એ છે કે__ “पुरा कवीनां गणनाप्रसङ्गे कनिष्ठिकाऽधिष्ठितकालिदासा । अद्यापि तत्तुल्यकवेरभावा दनामिका सार्थवती बभूव ॥१॥" અર્થાત્ પૂર્વે કવિઓની ગણનાના પ્રસંગમાં કનિષ્ઠિકા ( ટચલી આંગળી) કાલિદાસ વડે અધિષ્ઠિત હતી (અર્થાત્ કવિઓમાં કાલિદાસ મુખ્ય ગણાતા હતા) તેમ આજે પણ કાલિદાસના સમાન કવિના અભાવથી અનામિકા (કનિષ્ઠિકાની જોડેની આંગળી) સાર્થક બની (એટલે કે તે નામ વિનાની જ રહી છે. આ ઉપરથી કાલિદાસ એ અપૂર્વ કવિ હતા એમ જોઈ શકાય છે. તેને રઘુવંશ, કુમારસંભવ, ઋતુસંહાર, મેઘદુત, અભિજ્ઞાન-શાકુન્તલ, વિક્રમોર્વશીય ઇત્યાદિ ઐઢ પ્રત્યે રચ્યા છે. આ કવીશ્વરના સમય પર ઘણે મત-ભેદ છે, છતાં પણ એટલું તો બેધડક કહી શકાય તેમ છે કે . સ. ના પાંચમા સૈકા પછી તેઓ થયા નથી. આ સંબંધમાં જુઓ રાકેશવલાલ હર્ષદરાય ધ્રુવક્ત “પરાક્રમની પ્રસાદી'ની પ્રસ્તાવનાનું પૃ૦ ૧૪ (પાંચમી આવૃત્તિ) અને પ્રો. 2531061d ritta Hirscual a falustat ( History of Sanskrit Literature p. 225 ). ભારવિ– કવીશ્વર ભારવિએ “કિરાતાજીનીય' સિવાય અન્ય કોઈ ગ્રન્થ રચ્યો હોય, એમ જાણવામાં નથી. જેમ કાલિદાસની ઉપમાં વખણાય છે, તેમ આ કવિરાજ અર્થ-ગારવને સારૂ મશહુર છે. માધ– શિશુપાલવધ' નામના કાવ્યના કર્તા માઘ એક અનુપમ કવિ થઈ ગયા છે. ભારવિ કરતાં પણ તેઓ ચડિયાતા છે, એ વાત નીચેના શ્લોક ઉપરથી જોઈ શકાય છે. ૧ આ મેઘદૂત જૈન સમાજમાં કેટલું પ્રિય થઈ પડ્યું હશે તે તેની સમસ્યારૂપે લખાયેલાં ચન્દ્રદત, ચેતદૂત, નેમિ-દૂત, શીલદૂત નામનાં કાવ્યો ઉપરથી જોઈ શકાય છે. ૨ આ એક અનુપમ નાટક છે. કહ્યું પણ છે કે "काव्येषु नाटकं रम्यं, तत्र रम्यं शकुन्तला । सत्रापि च चतुर्थोऽस्तत्रलोकचतुष्टयम् ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy