SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीधर्मसिंहसूरिविरचितम् તેમજ (વરદાન દેવારૂપ) સરલ ગુણ-ગૌરવ વડે સુન્દર રૂપવાળી તે બ્રહ્માની પુત્રી) સરસ્વતીની હું પણ નક્કી સ્તુતિ કરીશ.” અથવા વાંછિત વિષયને.......................રમી, તે પ્રથમ જિનેશ્વર (ઋષભદેવ)ને અક્ષરોની લિપિરૂપી પ્રસૂતિ દ્વારા આશ્રય લીધેલી એવી તેમજ (સમાદિક) સરલ ગુણના મહત્ત્વ વડે નિર્મળ સ્તુતિવાળી તે (ઋષભદેવની પુત્રી) બ્રાહ્મીને હું પણ ખરેખર સ્તવીશ.” અથવા વાંછિત વિષયને...................આશ્રય લીધેલી એવી તેમજ સરલ ગુણ-ગૌરવને લીધે (અર્થાતુ જમણે હાથ વડે લખાતી હોવાને લીધે) ઉજજવલ અક્ષરવાળી બ્રાહી (નામની અક્ષરલિપિ)ને હું પણ નક્કી તવીશ.”—૧-૨ સ્પષ્ટીકરણ અઢાર લિપિઓ જૈન શાસ્ત્ર પ્રમાણે આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થંકર પૈકા પ્રથમ તીર્થંકર 'નષભદેવે રાજ્યારૂઢ થયા પછી પિતાની સુમંગલા સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલી બ્રાહ્મી નામની પુત્રીને જમણા હાથ વડે અઢાર લિપિઓ બતાવી. આ અઢાર લિપિઓના સ્વરૂપનું વર્ણન તે જૈન આગમમાં કોઈ સ્થલે જોવામાં આવ્યું નથી એટલે તેને નિર્દેશ થઈ શકે તેમ નથી એમ શ્રીસમવાયાંગને વૃત્તિકાર અભયદેવસૂરિજી કયે છે. પ્રશ્નવ્યાકરણમાંથી બ્રાહ્મી લિપિનું સ્વરૂપ મળી આવે છે (જૈનોના દશમાં અંગ તરીકે ઓળખાતો ગ્રંથ આનાથી ભિન્ન છે). આ સ્વરૂપની રૂપરેખા આલેખવામાં આવે તે પૂર્વે સમવાયાંગમાં આપેલાં અઢાર લિપિઓનાં નામે તરફ ઉડતી નજર ફેંકી લઈએ. આ અંગના અઢારમા સ્થાનમાં નીચે મુજબને “ઉલ્લેખ છે – ___"बभीए णं लिवीए अट्ठारसविहे लेखविहाणे पन्नत्ते, तंजहा-बंभी १ जवणालिया २ दोसाऊरिया ३ खरोहिया ४खरसाविआ ५ पहारइआ६ उच्चतरिआ ७ अक्खरपदिया ८ वेणतिया १० णिण्हइया ११ अंकलिवी १२ गणिअलिवी १३ गंधव्यलिवी १४ आईसलिवी १५ माहेसरीलिवी १६ दामिलिवी १७ बोलिदिलिवी १८” । ૧ જેમ જૈન શાસ્ત્રમાં અઢાર લિપિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તેમ અઢાર ભાષાઓ પણ માનવામાં આવી છે અને એ અઢાર દેશી ભાષાઓના સંમિશ્રણરૂપ જૈન આગમની ભાષા છે એમ ભાષ્યકારો કહે છે. ૨૫ આની સ્થલ માહિતી અતિ ચતુર્વિશતિકાના અનુક્રમે ૮માં. ૧૪મા અને ૧૫માં તેમજ ૯માં તથા ૨૨માં પૂઈ જવાથી મળી શકશે. ૬ અભિધાન રાજેન્દ્રમાં સમવાયાંગમાંથી ટચણરૂપે આપેલા ઉલ્લેખમાં તેમજ શ્રીમતી આગોદય સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલા સમવાયાંગના ઉલ્લેખમાં લિપિનાં નામેના સંબંધમાં ભિન્નતા હોવા ઉપરાંત તેની સંખ્યામાં પણ ભિન્નતા છે, કેમકે અભિધાન-રાજેન્દ્રમાં તે ૧૮ નામ છે, જયારે ઉપર્યુક્ત સમવાયાંગમાં ૨૦ નામો છે અને “મરિવી ને પણ ત્યાં ઉલ્લેખ છે. ૭ છાયા ब्राहृया लिप्या अष्टादशविध लेखविधानं प्रज्ञप्तम्, तद् यथा-व्राह्मी यवनालिका दोषोरिका खरोष्टिका खरशाविका प्रहारातिगा उच्चतरिका अक्षरपृष्टिका भोगवतिका वेनतिका निविका अकलिपिः गणितलिपिः गन्धर्वलिपिः आदर्श लिपिः माहेश्वरीलिपिः दामीलिपिः बोलिन्दीलिपिः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy