________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા. ચ્છિન્ન છે. હું દેવ નિમિત્તે, બ્રાહ્મણની ખાતર હિંસા કરીશ, બાકી નહિ એવી જે અહિંસા તે સમય-અવચ્છિન્ન છે. ટૂંકમાં સર્વ સ્થળમાં, સર્વ સમયમાં, સર્વ વિષય પરત્વે, સર્વથા અહિંસાદિનું પાલન તે “મહાવત છે. એકંદર અહિંસાદિ મહાવતે પાંચ છે કે જેને ચારદર્શન “યમ” શબ્દથી ઓળખાવે છે. ત્યાં કહ્યું છે કે
" अहिंसासत्यारत्येपब्रह्मचर्यापरिग्रहा यमाः ॥ २-३० ॥"
આ પાંચ યમનું વર્ણન મહાભારત વગેરેમાં પણ મળી આવે છે, પરંતુ તેની વિશિષ્ટ માહિતી ગદર્શનમાં છે. એની પરિપૂર્ણતા તે ખાસ કરીને દશવૈકાલિક (અ. ૪) વગેરે જૈન ગ્રંથમાં જ નજરે પડે છે.
આ પાંચ યમોને બદલે બૌદ્ધ દર્શનમાં પાંચ સીલ (શીલ)ને નિર્દેશ કરાયો છે. જેમકે (૧) પ્રાણાતિપાત ન કરે ત્યારે હિંસા ન કરવી, (૨) અદત્તાદાન ના સેવવું યાને સારી ન કરવી, (૩) મૃષાવાદ યાને અસત્યને ત્યાગ કરે, (૪) મદ્યપાન ન કરવું અને (૫) બ્રહ્મચર્ય પાળવું. આ પાંચમાં નીચે મુજબનાં ત્રણ ઉમેરી “અષ્ટાંગ શીલ' ને ઉપદેશ કરાય છે –
(૧) રાત્રિએ ભજન ન કરવું, (૨) પુપના હાર, ચન્દન વગેરે સુગંધી પદાર્થોનું સેવન ન કરવું અને ( ૩ ) જમીન ઉપર કેવળ સાદી પાથરીને સુવું.
આ છેલ્લાં ત્રણ શીલ ગૃહસ્થો માટે આવશ્યક નથી, એ તે સદા સામણેર યાને દીક્ષા ગ્રહણ કરનારાઓને અને ભિક્ષુઓને પાળવા માટે છે; છતાં એટલું યાદ રાખવું કે ઉપેસથ, ઉપવસંથા યાને ઉપવાસનાં દિનેમાં એટલે અઠવાડિયામાં એક વાર ગૃહસ્થ પણ આઠે શીલ પાળવાં જોઈએ. આ આઠ શીલ ઉપરાંત ભિક્ષુઓએ નિમ્નલિખિત બીજા બે શીલે પણ પાળવાં જોઈએ –
(૧) નૃત્ય, વારિત્ર વગેરેથી વિરમવું અને (૨) સુવર્ણ વગેરે ધાતુને પરિગ્રહ ન રાખો. આ પ્રમાણેનાં એકંદર દશે શીલે ભિક્ષુઓએ ખાસ પાળવાનાં છે.
પ્રસંગોપાત્ત દશ શિક્ષાની ટુંકમાં નેંધ લેવી અનુચિત નહિ ગણાય. તે નીચે પ્રમાણે છે –
૧ આ પૈકી સત્યનું ગૌરવ શાંતિપર્વ ( અ. ૧૬૦, . ૧-૨૬)માં ગવાયું છે. ૨ આની વિશિષ્ટ માહિતી માટે જુઓ “ વિશુદ્ધિમગ ગત “સીલનિશ” (પૃ. ૬-૫૮). ૩ સરખા પધવ્રતનું સ્વરૂપ
४ " अनुनानामि भिकबवे सामणेरानं दस सिक्खापदानि तेसु च सामणेरेहि सिक्खितु-पाणातिपाता वेरमणी, अदिनादाणा वैरमणी, अब्रह्मवरिया घेरमणी, मुसावादा येरमणी, सुरामेरयम जापमाद ना वेरमणो, धिकालभोजना वेरमणी, नच्चगीतवादितयिसूकदस्त ना वेरमणी; मालागन्ध विलेपनधारणमण्डनविभूसनट्टाना वेरमणी, उच्चाप्सयनमहासयना वेरमणी, जातरूपस्जत परिगहणा घेरमणी, अनुजानामि भिखये सामणेरानं इमानि दस सिक्खापदानि, इमेल च सामणेरेदि सिक्खितं ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org