SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અના આહંત દર્શન દીપિકા યાને જૈનતત્વપ્રદીપનું વિસ્તૃત વિવેચન પ્રથમ ઉલ્લાસ– “જીવ અધિકાર ગ્રન્થકરકૃત મંગલાચરણ नत्वा श्रीमन्महावीरं, धर्मसूरि गुरुं तथा। 'जैनतत्त्वप्रदीपाख्यं, ग्रन्थं कुर्वे यथामति ॥१॥-अनुष्टुप અર્થાત અન્તરંગ શત્રુઓને પરાસ્ત કરીને જેમણે પિતાનું નામ સાર્થક કર્યું છે, તેવા ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર(પ્રભુ)ને તેમજ ધર્મને ઉદ્દદ્યોત કરવામાં સૂર્ય સમાન એવા ગુરૂ ( શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય) શ્રીવિજયધર્મસૂરિને નમસ્કાર કરીને હું ( ન્યાયવિશારદન્યાયતીર્થ પ્રવર્તક શ્રીમંગલવિજય ઉપાધ્યાય) મારી બુદ્ધિ અનુસાર જૈન તત્વ ઉપર પ્રકાશ પાડવામાં પ્રદીપ સમાન એ જૈનતત્વ પ્રદીપ નામને ગ્રન્થ રચું છું. મંગલાચરણને હેતુ તથા અનુબન્ધ-ચતુષ્ટય શિષ્ટાચારનું પરિપાલન કરવાને અર્થે, નિવિદને ગ્રન્થની પરિસમાપ્તિ થાય કે ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય તેટલા માટે કે અન્ય કઈ એવા હેતપૂર્વક પ્રાયઃ દરેક ગ્રન્થકાર શાસ્ત્રની આદિમાં ૧ આ અવસર્પિણીની અપેક્ષાએ અન્તિમ એવા શ્રી મહાવીર પ્રભુના જીવન ઉપર પ્રકાશ પાડનારાં અનેક સાધનો છે. આના સ્થલ નિર્દેશ માટે જુઓ શ્રીમેરૂવજયગણિત ચતુર્વિશતિજિના નન્દસ્કૃતિનું મારું સ્પષ્ટીકરણ (પૃ ૧૬૪-૧૬ ૫ ). ૨ આ વિવેચન મેં તૈયાર કર્યું ત્યારે તે આ સાક્ષર-રત્ન પોતાની વિદ્વત્તાને વિશ્વને લાભ આપી રહ્યા હતા, પરંતુ આજે આ ગ્રન્થ છપાતી વેળાએ તે તેમના સ્વર્ગ–વાસ થયાને સવાપાંચ વર્ષો વિતી ગયાં છે. કાળની અકળ કળા છે. ૩ સરખા છવાછવાભિગમ ઉપાંગની શ્રીમલયગિરિરિક્ત ટીકા ( પત્રાંક ૧ )માં આપેલ નિમ્નલિખિત સાક્ષીભૂત શ્લોક “प्रेक्षावतां प्रवृश्यर्थ, फलादित्रितयं स्फुटम् । મારું વૈષ રાણા, કાબિછાણિત | ”—મનgs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy