________________
૫૮૬
અછવ-અધિકાર
[ દ્વિતીય
વર્ષોની સંખ્યાનાં નામો સૂચવાતાં હોવાથી આપણે એને ઉલેખ કરીશું. એમાં ૮૪ લાખને
પૂર્વીગ' સંજ્ઞા અપાયેલી છે. એવી રીતે ૮૪ લાખ પૂર્વોગને પૂર્વ' કહેવામાં આવે છે, ૮૪ લાખ પૂર્વને “ગુટિતાંગ નામ આપવામાં આવે છે અને આટલા વર્ષોનું આયુષ્ય આ અવસર્પિણીની અપેક્ષાએ પ્રથમ તીર્થકર શ્રીષભદેવનું હતું એ જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે, ૮૪ લાખ ત્રુટિતાંગ મળીને એક ત્રુટિત થાય છે. એ પ્રમાણે નીચે મુજબની સંખ્યા એક એકથી ૮૪ લાખ ગુણી છે
'ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હૂહુકાંગ, હક, ઉત્પલાંગ, ઉત્પલ, પધાંગ, પધ, નલિનાંગ, નલિન, અર્થનિપૂરાંગ, અર્થનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, અને શીર્ષપ્રહેલિકા.
આ પ્રમાણેનાં નામે જંબદ્વીપપ્રાપ્તિ (સૂ. ૧૮)માં આપેલા છે. પૂર્વધર વાલભ્ય પ્રાચીનતર આચાર્ય કૃત જ્યોતિષ્કરંડક પ્રમાણે તે પૂર્વ, લતાંગ, લતા, મહાલતાંગ, મહાલતા, નલિનાંગ, નલિન, મહાનલિનાંગ, મહાનલિન, પાંગ, પદ્ધ, મહાપદ્યાગ, મહાપ, કમલાંગ, કમલ, મહાકમલાંગ, મહાકમલ, કુમુદાંગ, કુમુદ, મહાકુમુદાંગ, મહાકુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, મહાગ્રુટિતાંગ, મહાગ્રુટિત, અઠડાંગ, અડક, મહાઅડડાંગ, મહાઅડક, ઊહાંગ, ઊહ, મહાઊહાંગ, મહાઊહ, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા એવાં નામે છે,
જબુદ્ધીપપ્રાપ્તિની ઉપાધ્યાય શ્રીશાતિચન્દગણિકૃત રત્નમંજૂષા નામની વૃત્તિના ૯રમા પત્રમાં કહ્યું છે તેમ શીર્ષપ્રહેલિકા સુધીનાં વર્ષો જેટલા કાલ-માનથી, કેટલાક રત્નપ્રભાગત નારકેનું, ભવનપતિઓનું, વ્યંતરેનું તેમજ સુષમદુઃષમ આરામાં સંભવતા નરેનું અને તિર્યાનું આયુષ્ય મપાય છે. આનાથી પણ અધિક કાળ કે જેનું સ્વરૂપ સર્ષપ-ચતુષ્કલ્યની પ્રરૂપણાથી સૂચવાય છે તે પણ સંખેય કાળ છે, કિન્તુ અનતિશાયીઓ અને વ્યવહાર કરી શકે તેમ ન હેવાથી તે કહ્યું નથી.' શીર્ષપ્રહેલિકાથી અધિક કાળ ઉપમા દ્વારા દર્શાવાય છે, જ્યારે શીર્ષપ્રહેલિકા સુધીને કાળ ગણિતચર આયુષ્ય-સ્થિતિ સંબંધી છે.
ऊहंगं पि य ऊहं हवा महलं व ऊहंग तत्तो।
महाऊहं हवा हु सीसपहेलिया होइ नायव्या ॥ ७० ॥ [ ऊहामपि च ऊहं भवति महत च ऊरकं ततः । महोहं भवति तु शीर्षप्रहेलिका भवति ज्ञातव्या ॥ पत्थं सयसहस्साणि चुलसीई चेव होर गुणकारी। पक्केकमि उठाणे अह संखा होह कालंमि ॥ ७१ ॥"
पकैकस्मिस्तु स्थानेऽथ सख्या भवति काले ॥ ]
૧ આવો ભાવાર્થ સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૪. સૂ. ૫ )ની શ્રીઅભયદેવસતિ વૃત્તિના ૮૭મા પત્રમાં પણ નજરે પડે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org