________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા.
૪૮૫ પ્રસ્તરોની સંખ્યા– - પ્રસ્તર (પ્રતર) જે માળવાળા ઘરનાં તળિયાં જેવા છે તે દરેક ભૂમિમાં છે. તેમાં પ્રથમ ભૂમિમાં તેર પ્રસ્તરા છે અને ત્યાર પછીની દરેક ભૂમિમાં બબ્બે ઓછા છે એટલે સાતમી ભૂમિમાં એક જ પ્રસ્તર છે. વળી આ પ્રત્યેક ભૂમિગત પ્રસ્તોમાં પણ અંતર છે. અર્થાત્ રત્નપ્રભાના તેર પ્રસ્ત પૈકી પહેલા અને બીજા વચ્ચે અવકાશ યાને આંતરૂં છે. આ આંતરામાં કેઈ નારકને નિવાસ નથી, પરંતુ તેનું નિવાસ્થાન તે પ્રતર જ છે કે જે દરેકની જાડાઈ ત્રણ ત્રણ હજાર જનની છે. નારકેના પરિણામ વગેરે–
સાતે ભૂમિઓમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ આદિ અનેક જાતના પીગલિક પરિણામે ઉત્તરોત્તર અધિક અધિક અશુભ છે. એવી જ રીતે એ ભૂમિનાં શરીર પણ અશુભ નામકમના ઉદયથી અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનવાળા તેમજ અધિક અધિક અશુચિ અને બીભત્સ છે. દુઃખથી છૂટવા માટે અને સુખ મેળવવા માટે નારકે વૈકિય લબ્ધિઓને પ્રયોગ કરે છે, પરંતુ તેમને પાસો અવળો જ પડે છે અને તેથી તેઓ વિશેષ દુઃખી થાય છે. આ પ્રમાણે નારકો નિરંતર અશુભ પરિણામ, દેવું અને વિકિયાવાળા છે. વિશેષમાં એમની વેશ્યા પણ નિરંતર અશુભ હોય છે અને એમની વેદના કમકમાટી ઉપજાવે તેવી ભયંકર હોય છે. નરક-ગતિના અધિકારી
અસંજ્ઞી પ્રાણી મરીને પહેલી નરકમાં ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એનાથી આગળની નરકમાં ઉત્પન્ન થઈ શકતો નથી. એવી રીતે ભુજપરિસર્ષ પહેલી બે નરક સુધી, પક્ષી ત્રણ સુધી, સિંહ ચાર સુધી, ઉરઃ પરિસર્ષ પાંચ સુધી, સ્ત્રી છ સુધી, મત્સ્ય અને મનુષ્ય સાત સુધી ઉત્પન્ન થઈ શકે છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે તિર્યંચ અને મનુષ્ય જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. દેવે તેમજ નારક મરીને તરત જ ત્યાં ઉત્પન્ન થતા નથી. એ નિયમ આથી સચવાઈ રહે છે. આગતિ
પહેલી ત્રણ નરકમાંના છ મનુષ્યજન્મ પામી તીર્થંકર-પદ પણ મેળવી શકે છે, ચાર નરકના જે મનુષ્યજન્મ પ્રાપ્ત કરી નિર્વાણ-પદ પણ પામી શકે છે, પાંચ નરકના છે મનુષ્ય-ગતિ પામી સર્વવિરતિ પ્રાપ્ત કરી શકે છે. છ નરકના છ દેશવિરતિને લાભ મેળવી શકે છે અને સાત નરકના છ સમ્યકત્વને લાભ લઈ શકે છે. નારકનું આયુષ્ય
દરેક ગતિના જેની રિથતિ યાને આયુષ્ય-મર્યાદા જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. તેમાં સાત નારકેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨ અને ૩૩ સાગરેપની છે, જ્યારે પહેલી નારકની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને બીજીથી તે સાતમી ભૂમિઓમાંના નારકની જઘન્ય સ્થિતિ પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી
૧-૨ એના સ્વરૂપ માટે જુઓ (પૃ. ૪૮૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org