SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ સન એટલે શુ ? જૈન દનમાં મનને નાઇન્દ્રિય ' કે અનિન્દ્રિય ' શબ્દથી બેધવામાં આવે છે, આનુ કારણ એ છે કે એ પણ સ્પર્શીનેન્દ્રિયાદિની પેઠે જ્ઞાનનું સાધન છે અને એથી કરીને એ પણ ઇન્દ્રિય ગણાય, કિન્તુ રૂપાદિ વિષયામાં પ્રવૃત્ત થવા માટે તેને નેત્રાદિ ઇન્દ્રિયાના આધાર લેવા પડે છે. આ પરાધીનતાને લઈને એને ઇન્દ્રિય જેવુ એ અવાચક ‘ નઇન્દ્રિય ' અથવા · અનિન્દ્રિય ’ નામ આપવામાં આવે છે. આપણે મનના દ્રવ્ય-મન અને ભાવ-મનરૂપ બે ભેદો તેમજ તેનાં લક્ષણા ૨૬૧ મા તેમજ ૩૬૭ મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ. એમાં અત્ર એટલે ઉમેરો કરવા આવશ્યક સમજાય છે કે તત્ત્વાર્થની બૃહવૃત્તિ (પૃ ૧૫૭)માં મન:પર્યાપ્તિરૂપ કરણના પુદ્ગલા કે જે આત્માના સવ પ્રદેશામાં વનારા છે તેને પણ અપેક્ષાએ ‘ દ્રવ્ય-મન ' કહ્યા છે. અયેાગીને દ્રવ્ય–મન હાવાનુ... જે કહેવાય છે તે મનાવારૂપ નહિ, પરંતુ મન:પર્યાપ્તિરૂપ સંભવે છે. જીવ-અધિકાર. મનનું સ્થાન શ્વેતાંબરા મનનું સ્થાન સંપૂર્ણ શરીર માને છે, જ્યારે દિગ ંબરા ( દ્રવ્ય ) મનને આઠ પાંખડીવાળા કમળના જેવા આકારવાળા હૃદયમાં રહેલું માને છે. આ સબંધમાં વેતાંબરાની દલીલ એ છે કે શરીરનાં જુદાં જુદાં સ્થાનમાં રહેનારી ઇન્દ્રિયા દ્વારા ગ્રહણ કરાતા સમસ્ત વિષચેામાં મનની ગતિ થાયછે, વાસ્તે તે શરીરમાં સત્ર વત માન છે એમ માન્યા વિના આ હકીકત સંભવતી નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએતા સમગ્ર બાહ્ય-આભ્યંતર શરીર વ્યાપી સ્પર્શનેન્દ્રિયથી સવ પ્રદેશે સ્પ–જ્ઞાન થાય છે, એથી કરીને નૈયાચિકાની જેમ મનને અણુરૂપ માનવું કે દિગંબરાની પેઠે તેને નિયત દેશસ્થ માનવું ઉચિત નથી; કિન્તુ તેને આત્માના સવ પ્રદેશા વ્યાપી માનવું [ પ્રથમ ૧ જોકે ઇન્દ્રિયનું પ્રકરણ પૂર્ણ થઇ ગયું છે છતાં મન ઇન્દ્રિય જેવું હાવાથી, વળી મૈત્રેન્દ્રિય સાથે અપ્રાપ્યકારિત્વની બાબતમાં એ મળતું આવતું ઢાવાથી તેમજ હવે પછીના ‘ સંજ્ઞા ' પ્રક રણના મન સાથે સંબંધ હાવાથી એ વિષે અત્ર થાડા ઘણા ઊહાપાડ કરવામાં આવે છે. ** २ અનિન્દ્રિય 'ના બીજો અર્થ ‘ન્દ્રિયથી રહિત' અર્થાત્ ‘સિદ્ધ' એમ પણ થાય છે, પરંતુ તે અત્ર અપ્રસ્તુત છે. ૩ આ સંબંધમાં તત્ત્વાર્થરાજ૦ ( પૃ. ૯૦ )માં એમ કહ્યું છે કે— " यथा चक्षुरादीनि प्रतिनियत देशावस्थानानि न तथा मन इत्यनीन्द्रियं तत् અર્થાત્ જેમ નેત્ર વગેરે ઇન્દ્રિયોનાં સ્થાના મુકરર છે તેમ મનનું સ્થાન મુકરર નથી, વાસ્તે તે ‘અનિન્દ્રિય’ કહેવાય છે. તત્ત્વાથની ગૃહવૃત્તિ ( પૃ. ૧૭૨ )માં તેા એવા ઉલ્લેખ છે કે— अनिन्द्रियं मनोऽभिधीयते रूपग्रहणादाव स्वतन्त्रत्वादसम्पूर्णत्वादनुदर कन्याबत् इन्द्रिय कार्याकरणादू वाऽप्यपुत्रव्यपदेशवत् ,, Jain Education International અર્થાત્ રૂપના ગ્રહણ વગેરેમાં મન પરાધીનતા ભાગવતુ` હાવાથી તેમજ અનુદર કન્યાની જેમ તે અસંપૂર્ણ હાવાથી તે અનિન્દ્રિય ’ કહેવાય છે. અથવા પુત્ર હોવા છતાં જેના પુત્ર પુત્ર તરીકેની ફરજ બતાવતા નથી તે અપુત્ર કહેવાય છે તેમ ઇન્દ્રિયનું કાય નહિ કરી શકતું હાવાથી મન · અનિન્દ્રિય' કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy