________________
૩૧ર
જીવઅધિકાર.
[ પ્રથમ
એટલુ જ નહિ કિન્તુ તેની વ્યાખ્યામાં પણ ફરક રહેલા છે. જેમકે ગાય વગેરે પદાર્થની ખરી, ખાંધ, પૂછ્યું, શીંગડાં વગેરે જે સમાન પર્યાય છે તે ‘ સામાન્ય ’ છે; નહિ કે નિત્ય, નિરવયવ, અક્રિય, સર્વાંગતાદિ ધમ યુક્ત હોય તે ‘ સામાન્ય ’ છે. વળી આ ગાય વગેરે પદાર્થના કાળાશ, ધોળાશ ઇત્યાદિ અસમાન ( વિસર્દેશ ) પર્યાય તે વિશેષ છે. વિશેષમાં આ સામાન્ય અને વિશેષરૂપ પર્યાય પદાથ થી એકાન્તતઃ ભિન્ન કે અભિન્ન નથી; પદાથી તે કંચિત્ અભિન્ન છે અને પરરૂપાદિ વડે કથંચિત્ ભિન્ન છે.
અજૈન માન્યતા પ્રમાણે સામાન્ય અને વિશેષનાં લક્ષણા સ્વીકારતાં નીચે મુજબ દોષો ઉદ્ભવે છે એમ ભાષ્યકારનુ કહેવુ છે. જીએ વિશેષા॰ ( ગા૦ ૨૧૯૩-૨૨૦૨ આના સાર એ છે કે આ ગાય છે, આ ગાય છે ઇત્યાદિ સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચન તે સામાન્ય હેતુપૂર્ણાંક છે અને પરમાણુમાં આ પરમાણુ આનાથી પૃથક્ છે એવું વિશેષજ્ઞાન અને વચન વિશેષહેતુક છે એવી એ માન્યતા સ્વીકારવામાં આવે તે ગાવાદિ સામાન્ય પદાર્થોમાં આ સામાન્ય છે, આ સામાન્ય છે. એવાં જ્ઞાન અને વચનની તેમજ વિશેષ પદાર્થોમાં આ વિશેષ છે, આ વિશેષ છે એવાં જ્ઞાન અને વચનની પ્રવૃત્તિમાં શે। હેતુ છે એવા પ્રશ્ન ઉદ્ભવે છે. સામાન્ય-વિશેષથી આની પ્રવૃત્તિ છે એમ કહેવાય તેમ નથી, કારણ કે સામાન્યમાં બીજી સામાન્ય નહાય ( નિઃસામાન્યાનિ મામાન્યાનિ ) અને વિશેષમાં બીજો વિશેષ ન હેાય. આથી જો આ ભૂલભરેલી માન્યતાને ન ફેરવતાં એમ કહેવામાં આવે કે અન્ય સામાન્ય સિવાય વિષચભૂત જે ગાદિ સામાન્ય પદાર્થ છે તેનાથી સામાન્ય જ્ઞાન અને વચન પ્રવર્તે છે તેમજ અન્ય વિશેષની અપેક્ષા રાખ્યા વિના તેના તે જ વિશેષથી વિશેષ જ્ઞાન અને વચન પ્રવર્તે છે તે તે સામાન્યજ્ઞાન, સામાન્યવચન, વિશેષજ્ઞાન અને વિશેષવચન એ બધાં પનિમિત્તક ગણાશે, કિન્તુ એકાન્ત સામાન્ય-વિશેષ નિમિત્તક નહિ ગણાય.
નૈગમ નયની ઉત્તરાત્તર વિશુદ્ધતા—
આ સંબધમાં જૈન શાસ્ત્રોમાં (૧) વસતિ, ( ૨ ) પ્રસ્થક અને ( ૩ ) ગ્રામ એ ત્રણ ઉદાહરણા આપવામાં આવે છે. તે પૈકી પ્રથમ ઉદાહરણ તમે ક્યાં વસતિનુ ઉદાહરણ રહે છે! એ પ્રશ્નના સ્પર્શ કરે છે. આના ઉત્તર એમ અપાય કે હું:લાકમાં રહું છું. વળી પ્રશ્ન સ્ફુરે કે લેકમાં ક્યાં ? આને જવાબ એમ અપાય કે તિગ્—લેાકમાં. આ પ્રમાણેની પ્રનેત્તરાવલી નીચે મુજબ સભવે છે: છે. જેમકે પરમાણુઓમાં રહેલા અન્ય વિશેષને ઉદ્દેશીને આ વિશેષ છે, આ વિશેષ છે એવુ કથન અ ન્યની સાથે સામાન્ય જ્ઞાન અને સામાન્ય વચનના હેતુ છે એથી કરીને વિશેષ પણ સામાન્ય કહેવાશે; પરંતુ વિશેષમાં સામાન્ય નથી હતુ તેનું શું ? વળી સત્તારૂપ સામાન્ય પણ ગાવાર્દિકથી મુદ્ધિ અને વચનમાં ભિન્નતા ઉત્પન્ન કરે છે એટલે તે પણ વિશેષ યુ.
૧ સરખાવે વિશેષા૦ ની નિમ્નલિખિત ગાથા ~
" तम्हा वत्थूणं चिय जो सरिसा पज्जओ स सामन्नं । जो विसरिसो विसेसो स मओऽणत्यंतरं तत्तो ॥
"
Jain Education International
[ तस्माद् वस्तूनां खलु यः सदृशः पर्यायः स सामान्यम् । यो विसदृशो विशेषः स मतोऽनर्थान्तरं तस्मात् ॥ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org