SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1262
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ, ૧૧૮૩ પ્ર. પૃ. ૧૧૫૭, ૫. ૧૦ “સંહરાયેલ બધા આરામાં લખ્યા છે તે મહાવિદેહમાંથી જ સંહરાયેલ ઉ. “મહાવિદેહમાંથી જ એમ અનુમનાય છે, કેમકે ઉપરની પંક્તિ ભરત અને એરા વતને ઉદ્દેશીને છે. પ્ર. પૃ. ૧૧૫૮, પં. ૮-૯ “ સામાન્ય રીતે એમ કહેવાય કે જઘન્યથી અંગુલપૃથકત્વ જેટલે અંશે ન્યૂન એવા સાત હાથની અવગાહનાવાલા સિદ્ધ થાય એમ શા આધારે લખ્યું છે.” ઉ. તરવાર્થ (અ. ૧૦, સૂ. ૭)ના ભાષ્ય (પૃ. ૩૧૦)ની નિમ્નલિખિત પંક્તિના આધારે આ ઉલ્લેખ કરાયે છે – " अवगाहना द्विविधा-उत्कृष्टा जघन्या च । उत्कृष्टा पश्चधनाशतानि धनुःपृथक्त्वेनाभ्यधिकानि । जघन्या सप्त रत्नयोऽङ्गुलपृथक्त्वहीनाः।" આની ટકામાં નિશાયું છે કે ધન પૃથકત્વથી અધિક એવા ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના મવી જેવા જીની જાણવી. તીર્થકરોની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્યની અને જઘન્ય સાત ધનુષ્યની હોય છે. પપાતિકસૂત્રની નિમ્નલિખિત " जीवाणं भंते ! सिझमाणा यरंभि उच्चत्ते सिझंति ? गोअम ! जहण्णेणं सत्तरयणीए, उकोसेणं पंचधणुसइए सिझंति ।" –પંક્તિ આ વાતનું સમર્થન કરે છે, કેમકે પ્રકાશ (સ. ૨)ના ૧૨૭મા શ્લેક પછી તીર્થકરને ઉદ્દેશીને આ કથન છે એ પ્રમાણે નિર્દેશ કરાયો છે. વિશેષમાં ઉપર્યુક્ત ટીકામાં કહ્યું છે તેમ તે વામન કૂર્માપુત્રાદિની અવગાહના જઘન્ય છે અને તે અંગુલપૃથકત્વથી ન્યૂન એવી બે હાથની છે. મારી સંમતિ મુજબ મને એમ સમજાય છે કે સામાન્ય કેવલી જઘન્યથી બે હાથની કાયાવાળા મેક્ષે જાય અને તીર્થકર જઘન્યથી સાત હાથની કાયાવાળા મોક્ષે જાય. સામાન્ય કેવલી ઉત્કૃષ્ટથી પર૫ ધનુષ્યની અવગાહનાવાળા મેલે જાય અને તીર્થકર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મેક્ષે જાય, મધ્યમ અવગાહના અનેક પ્રકારની હોવા છતાં આગમમાં ચાર હાથ અને સેળ આગળની કહેલી છે તે સર્વ મધ્યમના ઉપલક્ષણથી જાણવી. જુઓ લોકપ્રકાશ (સ. ૨, લે. ૧૨૪). ૫૨૫ ધનુષ્યની ઊંચાઈવાળા સામાન્ય કેવલી સિદ્ધ થાય ત્યારે તેની અવગાહના બે તૃતીયાંશ જ રહે, નહિ કે બદલે ૩૩૩૩ ધનુષ્યની હેય એ ઉલ્લેખ સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહનાને પાઠ પ્રાયિક કપ્યા વિના સંભવ નથી, (આ પાઠ પ્રાયિક નથી પણ નિશ્ચયિક છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy