SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર સંવર-અધિકાર [ પંચમ ને જય કર્યો ગણાય. આ સંબંધમાં ઉત્તરાડ (અ. ૨)માં સૂચવાયું છે કે મચ્છર વગેરે છે શરીરનું માંસ, લેહી ખાતા હોય તે પણ ઉદ્વેગ ન કરવો, તેમને ઉડાવવા નહિ, મનથી પણ તેમના ઉપર દ્વેષભાવ ન લાવ, તેમને મારવા પણ નહિ, કિન્તુ તે તરફ બેદરકાર રહેવું. ના પરીષહ– નાન્ય એટલે કંઈ સમગ્ર ઉપકરણોને ત્યાગ નથી, કિન્તુ પ્રવચનમાં જે વિધિ બતાવવામાં આવી છે તે અનુસાર નગ્નત્વ તે “માન્ય છે. ઉત્સર્ગ અને અપવાદ પૂર્વક ઓધિક અને ઔપડ્યાહિક ઉપધિને ધારણ કરનારા, પ્રવજ્યાદિ દ્વાર વડે લક્ષિત, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુ, અને ક્ષુલ્લક એવા સાધુના અનેક પ્રકારે પૈકી કઈ પણ વિભાગમાં આવતા, માસકલ્પ વિહાર કરનારા, અલ્પ કીંમતના અને જીર્ણપ્રાય વક વડે અગ્ર ભાગને ઢાંકનારા, વર્નાકપ પરિભેગ કરનારા, દશ પ્રકારની સામાચારી સેવનાર તેમજ ઉગમ, ઉત્પાદન અને એષણાના દેષથી રહિત શુદ્ધ આહાર, ઉપાધિ અને શય્યાનું સેવન કરનારા ભિક્ષુઓ હોય છે. આ પ્રમાણે રૂદ્ધ રીતે આચાર પાળનાર નાન્ય–પરીષહને પરાજય કરનાર ગણુય. ઉત્તરા(અ. ૨) માં કહેવાયું છે કે મારાં વસ્ત્ર અતિશય જીર્ણ થઈ ગયાં છે એટલે તે ફાટી જતાં હું શેડા વખતમાં તદ્દન નાગ બની જઈશ તે પછી મારી શી દશા અથવા મારાં આ જીણું વસ્ત્ર દેખીને કેઈ ગૃહસ્થ નવાં આપે તે ઠીક એવી દીન ભાવના ન ભાવવી. પરંતુ જે જીર્ણ વસ્ત્ર ફાટી જશે તે મને જિનકલ્પી જેવું અલકત્વ પ્રાપ્ત થશે અને જે નવાં વસ્ત્ર મળશે તે સ્થવિરકલ્પગત સચેલકત્વ પ્રાપ્ત થશે. એટલે એ બંને ધર્મને હિતકારી છે એમ જાણ મુનિ દીનતા ન કરે. વેતાંબરત્વ અને દિગંબરત્વનું મૂળ નગ્નપરીષહને અર્થ સમજવામાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયે એક બીજાથી જુદા પડે છે. વેતાંબરોનું કહેવું એ છે કે જિનકલ્પી જેવા વિશિષ્ટ સાધકો સર્વથા નગ્ન હોય, પરંતુ વિકલ્પી જેવા અન્ય સાધક માટે મર્યાદિત વસ્ત્રાદિની છૂટ છે. અલબત્ત આ વાત ઉપર તેમને મૂછ ન હોવી જોઈએ. દિગંબરોનું માનવું એ છે કે મુનિ એવું નામ ધારણ કરનારા સમગ્ર સાધકે માટે એક સરખું ઐકાતિક નગ્નત્વનું વિધાન કરાયેલું છે. તેઓ નગ્નત્વને “અચલક-પરીષહ” પણ કહે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે ભવેતાંબરીય મતનું મૂળ એ પ્રભુ પાસ નાથની સવઆ પરંપરા છે, જ્યારે દિગબરીય મતનું મૂળ ભગવાન્ મહાવીરની અવશ્વ પરંપરા છે. વળી તાંબર અને દિગંબર એ બે નામે પણ વસ્ત્ર રાખવાં ન રાખવાં ઉપરથી જ પહયાં જણાય છે. અરતિ-પરીષહ- વિહાર કરતી વેળા કે ઊભા રહ્યા હોય ત્યારે કેઈક વાર મુનિના સંયમ ઉપર અપ્રીતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy