SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. કયાંથી થશે? તેમજ વળી જે તેને સર્વથા અભિન્ન માનીએ, તે આત્મા વરૂપી છે અને ચેતન્ય તેનું સ્વરૂપ છે એ ભેદ-પ્રતિભાસ કયાંથી થશે? વિશેષમાં એ પણ ધ્યાનમાં રાખવું કે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં જ્ઞાન એ આત્માને સ્થાયી ગુણ છે–ચૈતન્ય આત્માનું અસલ સ્વરૂપ છે, એ વાત તે પ્રમાણ તરીકે ગણવામાં આવે છે અને તેથી જે આ પ્રમાણ જતું રહે, તે કયા પ્રમાણથી આત્મા સિદ્ધ થશે વારૂ એ વાત પણ નિયાચિકે ધ્યાનમાં રાખવા જેવી છે. આત્માનું પરિણમિત્વ “રાનિત્ય રજા અર્થાત “આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ તૈયાયિકો માને છે. તેમના મત પ્રમાણે ફ્રટસ્થતા કૌટટ્ય)નું લક્ષણ એ છે કે “નવતાવાળુનિવવંટar” અર્થાત્ પ્રતિનિયત (મુકરર કરેલા) સ્વરૂપનું કાયમ રહેવું તે કીટશ્ય (ફૂટસ્થતા) છે, જ્યારે નિત્યતાનું લક્ષણ એ દર્શનમાં એમ બાંધવામાં આવ્યું છે કે “માધુતાનુvપન્ન થાવમાવં નિug” અર્થાત્ વિનાશરહિત, ઉત્પત્તિ વિનાનું, સ્થિર અને એક સ્વભાવવાળું દ્રવ્ય “નિત્ય” સમજવુ. આ પ્રમાણેનાં ફૂટસ્થ અને નિત્યનાં લક્ષણોને વિચાર કર્યા પછી પણ આત્મા ફૂટસ્થ–નિત્ય છે એવી ઉલ્લેષણ કરવી એ શું એક પ્રકારનું સાહસ નથી? કેમકે જીવ દાખલા તરીકે મનુષ્ય -ગતિમાંથી મરીને તિર્યંચાદિ અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે તેમજ જન્મથી માંડીને મરણ પર્યત તેની અવસ્થામાં ફેરફાર થતો રહે છે (જેમકે કુમારાવસ્થા વીત્યા બાદ તરૂણાવસ્થા અને ત્યાર પછી વૃદ્ધાવસ્થા છે. આ ઉપરાંત સમય સમય પર તેના જ્ઞાનમાં પણ વધ-ઘટ થાય છે, એ આબાલગેપાલ પ્રસિદ્ધ વાતથી કોણ અજ્ઞાત છે? વળી આત્માને ફૂટસ્થ-નિત્ય માનવાથી તે આત્મામાં કતૃત્વ, ભેતૃત્વ, ઇત્યાદિ ધર્મો પણ ઘટી શકશે નહે. આથી શું જગના વ્યવહારને પણ લેપ નહિ થાય વારૂ ? નૈયાયિકો તરફથી આ સંબંધમાં એ ખુલાસે કરવામાં આવે છે કે આત્માને ફૂટથ-નિત્ય માનવા છતાં પણ તેનામાં કતૃત્વ, જેતૃત્વ, જન્મ, જરા, મરણ વિગેરે ઘટી શકે છે. કેમકે જ્ઞાન, ઈચ્છા, ઇત્યાદિને સંબંધ છે તે “કતૃત્વ” છે; સુખ-દુઃખને સંબંધ થશે તે “લેતૃત્વમાં છે; અપૂર્વ શરીર, ઇન્દ્રિય પ્રમુખની સાથે સંબંધ છે તે “જન્મ” છે, વિગેરે, વિગેરે. પરંતુ પૂર્વાવસ્થાના ત્યાગપૂર્વકની ઉત્તરાવસ્થાની પ્રાપ્તિ તે “સંબંધ” કહેવાય છે, તે પછી આ ઉપર્યુક્ત કથન તે શું યુતિ-વિકલ દેખાતું નથી ? કેમકે સંબંધ જેવી ચીજ ફૂટસ્થ નિત્ય વાદીના મતમાં કેવી રીતે સંભવે? અને એથી જ કરીને સંબંધ વિના સંબંધમાં કતૃત્વ, ભેતૃત્વ ઇત્યાદિને પ્રલાપ શા કામને ? પૂર્વાવસ્થાને પરિત્યાગ કર્યા વિના જ જ્ઞાનાદિના સમવાયની ઉત્પત્તિ માનવી, એ તો વધ્યાને ત્યાં પુત્ર-જન્મ મહોત્સવ કર્યા બરાબર જ ગણાય. વળી જો જ્ઞાનની ઉત્પત્તિના સમયે પણ રાત્મા જેવો ને તે જ રહે છે, તેની અવરથામાં જરા પણ પરિવર્તન થતું નથી, તે પછી પૂર્વ અવસ્થામાં અપ્રમાતારૂપે હોવાથી ઉત્તર અવસ્થામાં ૧ જે જીવને દેવ, નારકી કે મનુષ્યની કટિમાં સમાવેશ ન થઈ શકે તે તિર્યંચ' કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy