________________
૯૯૮
બન્ધ-અધિકાર.
[ ચતુર્થ
સુંઠ વગેરે પદાર્થના બનેલા લાડુને સ્વભાવ વાયુ દૂર કરવાને, કેઈને કફ દૂર કરવા અને કેઈને પિત્ત દૂર કરવાને હેય છે. આ પ્રમાણે જેમ જુદા જુદા સ્વભાવના લાડુઓ હોય છે તેમ જુદા જુદા સ્વભાવવાળાં કર્મો છે. દાખલા તરીકે જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાન-ગુણને આકૃત કરે છે, ઈત્યાદિ.
જેમ કેઈ લાડુ આઠ દિવસ સારો રહે છે અને ત્યાર પછી તેને સ્વભાવ બદલાઈ જાય છે, કેઈ બાર દિવસ સારો રહે છે અને કેઈ એક મહિના પર્યત સારો રહે છે તેમ કેઈ કર્મ આત્માની સાથે વધારેમાં વધારે ૨૦ કોટાકેટિ સાગરેપમ રહે છે, કેઈ ૩૦ કેટકેટિ સાગરેપમ રહે છે અને કઈ ૭૦ કટાર્કટિ સાગરોપમ રહે છે અને ત્યાર બાદ આત્માથી અલગ થઈ તે રવભાવ રહિત બને છે. આ પ્રમાણે અમુક કમ કમરૂપે રહેવાના કાળને નિયમ તે “સ્થિતિબન્યું છે.
જેમ કેઈ લાડુ મીઠે હોય, કેઈ તી હોય અને કેઈ કડે હેય તેમ કેઈ કર્મ શુભ રસવાળું યાને એના ઉદય દરમ્યાન જીવને સુખ ઉપજે તેવું હોય અને કઈ કમ અશુભ રસવાળું હોય એટલે તેને ઉદય થતાં જીવને દુઃખ થાય. વળી એ શુભ કે અશુભ સ પણ કઈમાં તીવ્ર અને કેાઈમાં મંદ હોય છે.'
વળી જેમ કોઈ લાડમાં ઓછો લોટ હોય અને કેઈકમાં વધારે હોય તેમ કંઈ કર્મ એાછા પ્રદેશ (આણુઓ)વાળું બંધાય તે કેઈક વધારે પ્રદેશવાળું. આનું નામ “પ્રદેશ-બન્ધ” છે.
કહેવાની મતલબ એ છે કે પ્રકૃતિ એટલે કમને સ્વભાવ, આના (૧) મૂળ અને (૨) ઉત્તર એમ બે ભેદ છે. જેમકે જ્ઞાનાવરણાદિ મૂળ પ્રકૃતિઓ છે, જ્યારે મતિજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રવૃતિઓ છે. કર્મના કલવિશેષને નિયમ તે “સ્થિતિ” છે. કર્મની અંદર સ્નિગ્ધતા, મધુરતા વગેરેને એક ગુણ, બમણો ઈત્યાદિરૂપ જે સદૂભાવ તે “અનુભાગ” છે. વળી કર્મનું
૧ કર્મના શુભાશુભ ફળની તીવ્રતા કે મંદતા તે “ રસ ” છેજેમકે કોઈને કોઈ કર્મ સુખરૂપે વેદાય અને કોઈને દુઃખરૂપે. વળી તેમાં પણ તરતમતા સંભવે છે. જેમકે કોઇએ પૂર્વે જવર સંબંધી અસાતવેદનીય કર્મ એવું બાંધ્યું હોય કે તે ઉદયમાં આવતાં ત્રણ દિવસમાં તેને પથારીવશ કરી નાંખે; જ્યારે કોઇકે એવું તીવ્ર ન બાંધ્યું હોય પરંતુ મંદ બાંધ્યું હોય તે તેને મહિના સુધી તાવ આવવા છતાં તે હરી ફરી શકે. આ પ્રમાણે કર્મનો ઉદય થતાં તેને કેવો અનુભવ કરવો પડશે તેનો બન્ય-સમયે નિર્ણય થઈ જાય છે. આનું નામ “ અનુભાગ–બબ્ધ ' છે.
૨ આ ચારે બન્ધ માટે કેવળ લાડુનું જ ઉદાહરણ આપી શકાય એમ નથી; પરંતુ દૂધ, ઘી વગેરેનાં પણ ઉદાહરણો રજુ કરી શકાય. જેમકે અમુક અમુક દૂધ દેહની પુષ્ટિમાં એાછો વત્તા અંશે ગુણકારી છે તેમ કર્મના પણ ભિન્ન ભિન્ન સ્વભાવ છે. અમુક દૂધ જેમ અમુક વખત સુધી જ સારૂં રહે તેમ અમુક કર્મ પણ અમુક વખત સુધી જ તે કર્મરૂપે રહી શકે. અમુક દૂધ જેમ અમુક તીવાદિ રસવાળું છે તેમ કર્મ પણ સમજવું: વળી અમુક દૂધ જેમ જૂનાધિક પ્રદેશવાળું હોય છે તેમ કમ માટે પણ જાણવું. એ પ્રમાણે ધી વગેરે અનેક પદાર્થો દ્વારા કર્મના ચારે બધે વટાવી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org