________________
૨૪
જીવ-અધિકાર
[ પ્રથમ
આ પ્રમાણેનું પ્રત્યક્ષનું ઉભય સ્વરૂપ હોવા છતાં એમ માની લઈએ કે પ્રત્યક્ષ વિધાયક જ છે, તે પ્રત્યક્ષ દ્વારા જેમ વિદ્યાનું વિધાન થાય છે, તેમ અવિદ્યાનું પણ વિધાન કેમ ન થવું જોઈએ? અવિદ્યાનું આવું વિધાન થાય છે એમ અંગીકાર કર્યાથી સુતરાં વૈતવાદ સિદ્ધ થઈ જાય છે અને અદ્વૈતવાદ આકાશમાં અદ્ધર લટકતે રહી જાય છે, કેમકે વિદ્યા અને અવિદ્યા એમ બે પદાર્થો સિદ્ધ થાય છે અને આમ થતાં પ્રપંચ મિથ્યારૂપ રહેતું નથી. વિશેષમાં આ માયાવાદીઓ અવિઘાના નિષેધપૂર્વક સન્માત્રનું જ્ઞાન કરાવનાર તરીકે પ્રત્યક્ષને કહે તો શું તેમ કરવાથી તેઓ પિતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતા નથી?
વળી પ્રપંચ મિથ્થારૂપ છે એ અદ્વૈતવાદીઓનો પક્ષ અનુમાન-બાધિત પણ છે. કેમકે જેમ આત્મા “અસત્ થી વિલક્ષણ હોવાને લીધે મિથ્યા નથી તેમ પ્રપંચને સારૂ પણ સમજી લેવું. વિશેષમાં આ પક્ષ સિદ્ધ કરવાને સારૂ પ્રતીયમાનસ્વરૂપ જે હેતુ આપવામાં આવ્યો છે, તે વ્યભિચારી છે; કારણ કે બ્રહ્માત્મા પ્રતીત હોવા છતાં પણ મિથ્થારૂપ નથી.
કદાચિત માયાવાદી પ્રપંચને અપ્રતીમાન કહેવાનું સાહસ કરે, તો અપ્રતીયમાન (જાણી ન શકાય તેવા) પ્રપંચના વિષયમાં વચનને પ્રયોગ કરે તે નિરર્થક છે, કેમકે જે પદાર્થ જાણવામાં આવતું હોય, તે જ સંબંધી કંઈ ઊહાપોહ કરી શકાય.
વળી “શુક્તિમાં ચાંદીની માફક એવું જે ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે સાધ્યવિકલ નામના દેષથી દૂષિત છે; કેમકે શુક્તિ તેમજ ચાંદી એ બન્ને પ્રપંચના ક્ષેત્રની બહાર નહિ હોવાને લીધે એ બન્નેમાં અનિર્વચનીયતા સાધ્યમાન છે.
વળી માયાવાદી જે અનુમાન દ્વારા પ્રપંચ મિથ્યા છે, એમ સિદ્ધ કરવા તૈયાર થાય છે, તે અનમાન પ્રપંચથી ભિન્ન છે કે અભિન્ન ? જે તે ભિન્ન હોય, તે તે સત્ય છે કે અસત્ય ? આ વિક
માંથી “અનુમાન પ્રપંચથી ભિન્ન તેમજ સત્ય છે” એમ સ્વીકારવાથી તે એમ સહજ જોઈ શકાય છે કે અનુમાનની માફક પ્રપંચ પણ સત્ય ઠરે છે અને આથી અદ્વૈતવાદરૂપી વૃક્ષના મૂળમાં કુઠારને પ્રહાર થાય છે. વળી જો અનુમાન અસત્ય છે એમ કહેવામાં આવે છે તે અસત્ય અનુમાનથી કોઈ વસ્તુનું યથાર્થ સ્વરૂપ નિર્ણત થઈ શકે ખરું કે ?
હવે જે અનુમાનથી પ્રપંચ અભિન્ન છે એમ માનવામાં આવે તો અનુમાન પણ પ્રપંચસ્વભાવી ઠર્યું અને તેમ થતાં જેમ પ્રપંચ મિથ્થારૂપ છે, તેમ અનુમાન પણ મિથ્યારૂપ સિદ્ધ થયું. અને એમ થયું તે પછી આવા અનુમાનથી શું કાર્ય થઈ શકે તેમ છે ? અને જ્યારે આ પ્રમાણે અનુમાન દ્વારા પ્રપંચ મિથ્યા છે એમ સિદ્ધ ન થઈ શક્યું તે પછી પરબ્રહ્મ જ સલૂપ છે અને તે સિવાયના તમામ પદાર્થો અસલૂપ છે એમ કયા આધારે કહી શકાય વારૂ?
વિશેષમાં જે અદ્વૈતવાદી અદ્વૈતવાદને સિદ્ધ કરવાને પ્રમાણે આપવા તૈયાર થાય, તે પણ એ લોકો પાસે પ્રમાણ જેવી વસ્તુ જ નહિ હોવાને લીધે, તેમના મનોરથ મનમાં જ રહી જશે અર્થાત્ મનમાં પરણ્યા અને મનમાં રાંડ્યા એ જ એને નિચોડ કહી શકાય કે બીજો કોઈ? કેમકે પ્રમાણને
૧ સાધમ્મ દષ્ટાન્તાભાસના આઠ પ્રકારે પૈકી આ એક છે. એની માહિતી માટે જુઓ ન્યાય ( સ્તવ ૩, ૦ ૮ )નું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૧૪૪–૧૪૫ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org