SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ex. માનવ અધિકાર. [ તૃતીય એસવા ખુરશી આપવી તે (૧૧) આસન, ચારને સત્તાડવા તે (૧૨) ગાપન, ખાંડ, સડક ( માંડા ) વગેરે આપવા તે (૧૩) ખડખાદન, મોટા રાજાની જેમ સત્કાર કરવા તે (૧૪) માહરાજિક (), દૂરથી આવેલાના થાક ઉતારવા માટે ચાળવાને તેલ કે તેને શરીરે જે ધૂળ ઉડી ઢાય તે દૂર કરવા માટે ઊનું પાણી આપવું તે ( ૧૫ ) પદ્યપ્રદાન, રસાઇ કરવા માટે અગ્નિ પૂરા પાડવા તે (૧૬) અગ્નિપ્રદાન, પીવા માટે ઠંડુ જળ આપવુ તે (૧૭) ઉત્તકપ્રદાન અને ચારી લાવેલ ચતુપદ્માદ્રિ માંધવા માટે દોરડાં આપવાં તે (૧૮) ૨જીપ્રદાન એ પ્રમાણે ચૌરપ્રસૂતિના (૧૮) પ્રકારો બુદ્ધિશાળીઓએ વણુ ળ્યા છે. આ સર્વ પ્રસૂતિ જ્ઞાન પૂર્વકની સમજવી, કેમકે આથી ચારને ઉત્તેજન મળે છે એમ ખબર નહાવાથી જો તેમ કરાય તા તે દોષને પાત્ર નથી, કિન્તુ અતિચારને પાત્ર તા છે જ. વિરુદ્ધ રાજ્યાતિક્રમનું લક્ષણ—— राज्यमर्यादा मुहृध्यान्यप्रकारेणादान रूपत्वं विरुद्धराज्यातिक्रमચ ક્ષળમ । ( ૨૭૪ ) . અર્થાત્ રાજ્યની મર્યાદાનું ઉલ્લઘન કરીને અન્ય કઇ રીતે દ્રવ્યનું ગ્રહણ કરવુ તે ' વિરુદ્ધ રાજ્યાતિક્રમ ? કહેવાય છે, પેાતાના રાજાને જે દુશ્મન હોય તેવા વૈરિરાજ્યમાં વ્યાપાર માટે જવું તે ‘ વિરુદ્ધ ગમન ’ કહેવાય છે અને તેના પણ અત્ર સમાવેશ કરવાના છે. ઉપલક્ષણથી રાજાએ નિષેધ કરેલ દાંત, લેાંખ’ડ, પત્થર વગેરેનુ' ગ્રહણ પણ સમજી લેવું. ટુકમાં કહીએ ત જુદાં જુદાં રાજ્યેાએ જે માલની આયાત અને નિકાશ ઉપર અંકુશ મૂકવા ઢાય અથવા તે જે માલ ઉપર દાણુ જકાત વગેરેની વ્યવસ્થા કરી ડાય તેનું ઉલ્લંધન કરવાથી આ વિરુદ્ધ રાજ્યાતિ ક્રમરૂપ અતિચાર ઉદ્ભવે છે. પ્રતિરૂપક-વ્યવહારનુ લક્ષણ— कुत्सितद्रव्यस्यापि सुवर्णरूप्यादिसदृशवर्णादियुक्तं कृत्वा लोके सुवर्णरूप्या दिव्यवहार करणरूपत्वं, कृत्रिमसुवर्णादिकं निष्पाद्य लोके सत्यसुवर्णादिव्यवहार करणरूपत्वं वा प्रतिरूपक व्यवहारस्य लक्षणम् । ( ૨૭૧ ) અર્થાત્ હલકી ધાતુને પણ સેના, રૂપા જેવી બનાવીને લેાકમાં તેના સેના, રૂપા તરીકે વ્યવહાર કરવા તે ‘ પ્રતિરૂપક-વ્યવહાર ’ છે. અથવા કૃત્રિમ સુવર્ણ॰ વગેરે બનાવીને લેાકમાં તેને સાચા સુવરૂપે વ્યવહાર કરવા તે ‘ પ્રતિરૂપક-વ્યવહાર ' છે. ઊંચી જાતના ચેાખામાં ઘેાડાક હલકી જાતના નાંખી તેને સારા તરીકે વેચવા, ઘીમાં ચરબીના લેગ કરવા, દૂધમાં પાણી રેડી તેના પૂરા પૈસા લેવા, ભળતા રેસા ઉપર રંગ ચઢાવી તેના કેસર તરીકે વ્યવહાર કરવા. આ પ્રમાણે અસલને બદલે બનાવટી વસ્તુ ચલાવવી તે ‘પ્રતિરૂપક–વ્યવહાર ’ છે. ૧. વગેરેથી મણિ, માતી પ્રત્યાદિ સમજવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy