________________
લતા ૧૪]
ઉત્તરવર્તી કવન-કુંજ
દ
લતા ૧૪ઃ પુણ્યપ્રકાશ સ્તવન
[ વિ. સં. ૧૭૨૯]. આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ વિ. સં. ૧૭૨૮માં “રાંદેરમાંના ચાતુર્માસ દરમ્યાન વિજયાદશમીએ “વાયક' તરીકે રચાઈ છે. દેહાની આઠ કડીથી એની શરૂઆત કરાઈ છે. એના પછી આઠ ઢાલ છે. તેની કડી અનુક્રમે ૧૪, ૧૩, ૬, ૮, ૯, ૯, ૮ અને ૬ છે. અંતમાં પાંચ કડીને “કલશ” છે. કુલે ૮૭ કડી છે.
પ્રારંભના દોહાઓમાં કહ્યું છે કે એક દિવસે ગૌતમારવામીએ મહાવીરસ્વામીને પૂછયું કે મુક્તિમાર્ગની આરાધના શી રીતે થાય ? એને ઉત્તર આપતાં એમણે શુભ ગતિના આરાધનાથે દસ અધિકાર ગણાવ્યા. આ અધિકારોના વર્ણનરૂપે પહેલી સાત ઢાલ રચાઈ છે, જ્યારે આઠમી ઢાલમાં મહાવીરસ્વામીને વિજ્ઞપ્તિ કરાઈ છે. ઉપર્યુક્ત દસ અધિકારનાં નામ અને ઢાલન અંક નીચે મુજબ છે – અધિકારનું નામ
ઢાલને અંક ૧ અતિચારોની આલોચના,
૧-૩ ૨ મહાવ્રત અથવા અણુવ્રતનું પ્રહણ ૩ ખમતખામણ (ક્ષમાપના) ૪ હિંસા વગેરે ૧૮ પાપસ્થાનકને ત્યાગ ૫ તીર્થકરાદિ ચાર શરણને અંગીકાર ૬ દુષ્કોની નિન્દા ૧ આ સ્તવન સ. સ. (પૃ. ૨૧૮-૨૨૫)માં છપાવાયું છે. ૨ આ નામ કર્તાએ અંતમાં દર્શાવ્યું છે. ૩ પહેલી ઢાલમાં દ્વીન્દ્રિયાદિનાં નામ અપાયાં છે. ૪ આ જ્ઞાનાદિ પાંચ આચારને અંગેના તેમજ પ્રાણાતિપાતાદિના વિરમણરૂપ વ્રતાને લગતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org