________________
૪૨
વિનય-સૌરભ
[લતા ૧૩ સુંદર છે. જે પતિ હોય તે હેસર લાલ ગુલાલથી હેળી ખેલું. ભોળી ટોળીઓ મળી હોળી ખેલે ત્યારે નાથ વિનાની અને એ સાલે છે. ચૈત્રમાં વનરાજી કૂલી છે, કુસુમની સુવાસ ફેલાઈ છે અને ભ્રમરે ગુંજારવ કરે
છે. જે પતિ એ વસંતમાં ઘેર આવી વસે તે મારા હૃદયમાં હેત ઊભરાય. વિશાખમાં આંબાની સાખ સાકર જેવી પાકી છે. એની કાતલી કરી હું પીરસું. હે નાથ ! તમે રસ ચાખે. જેમાં મીઠી છાયા છે તે તમે હે તે વનવાડીમાં આરામથી રમીએ. કેસર અને કપૂરથી ખડખલિ યાને હેજ ભરીએ. હે નેમિનાથ! રીસ છોડીને આવો. આષાઢમાં મેઘ ચડી આવે અંધકાર વ્યાપે છે, ગગન ગાજે છે, મેર કેકારવ કરે છે, અને વીજળી ઝબૂકે છે તે એવે સમયે અબળાને કેને આધાર છે? શ્રાવણને મેં કાનથી સાંભળે. પતિના દર્શનના અભિલાષી નેત્રમાંથી પાણી ઝરે છે. મેઘરૂપ પતિના સંગથી પૃથ્વીએ લીલાં વસ્ત્ર ધારણ કર્યા છે. મારે માટે તમે પટોળી લાવજે. ભાદરવામાં જળ ઊભરાયાં. નદી અને નવાણ ભરાયાં. મારા પ્રાણવલલભ દૂર છે તે હું કેવી રીતે છવું ? તમારું નામ જપતાં જપતાં રાત વીતાવવી અઘરી છે. તમે સાચું માનજે કે નેત્રમાં નિદ્રા હરામ છે. આસોમાં પતિ સાથે દીવાળી ઉજવાય. જળ બધાં નીતરી ગયાં છે અને માર્ગ શુદ્ધ થયા છે. હવે તમારે આવવાને અવસર થયો છે. હિતબુદ્ધિ લાવો. કાર્તિકમાં મદમાતી કામિનીને રાત્રે પતિની સંગતિ હોય છે. એ જોઇને મારું મન તમારી સેવા કરવા ઉલાસ પામે છે.
૨૫મી કડીમાં કહ્યું છે કે આ પ્રમાણેને સંદેશ સાંભળી નેમિનાથે રાજુલને ઉત્તર વાળ્યું કે મુક્તિમંદિરમાં આવશે. ત્યાં આપણે હસે મળશું. ૨૬મી કડીમાં એ વાત છે કે નેમિનાથ અને રાજુલ મળ્યાં અને અનંત સુખ પામ્યાં. આ કડીમાં કર્તાએ “વિનય ઉલેખ દ્વારા પિતાનું નામ દર્શાવ્યું છે પરંતુ એમાં પિતાના ગુરુના નામને નિર્દેશ નથી. અંતિમ કડીમાં આ લઘુ સંદેશકાવ્ય ક્યાં અને ક્યારે રચાયું તેને ઉલેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW