________________
વિનય-સૌરભ
જન્મ વિ. સં. ૧૬૦ની આસપાસમાં – વિ સં. ૧૬૬૭ કરતાં તે પહેલાં થયાનું અનુમનાય છે.
સાંસારિક સંબંધીઓ-વિનયવિજયગણિને કઈ ભાઈભાં હતા કે નહિ તે જાણવામાં નથી.
શૈશવકાળ અને વિદ્યાભ્યાસ–વિનયવિજયગણિએ “જગદ્ગુરુ' હીરવિજયસૂરિવયના શિષ્યરન ઉપા૦ કીર્તિવિજય પાસે દીક્ષા લીધી હશે કે કેમ તેને નિર્ણય કરવો બાકી રહે છે. બાકી એ એમના ગુરુ થાય છે એમ માનવાને તે કારણે મળે છે. એ હિસાબે ઉપા કીર્તિવિજય વિનયવિજ્યગણિના દીક્ષાગુરુ કે વિદ્યાગુરુ કે બને છે.
વિનયવિજયગણિએ કના વરદ હસ્તે પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી અને તેવું મહત્વનું–સંસારત્યાગનું પ્રશંસનીય પગલું એમણે ક્યારે અને કયાં ભર્યું હતું તે જાણવામાં નથી.
વિદ્યાગુરુ–કીર્તિવિજયગણિના સહેદર અને ગુરભાઈ વાચક સેમવિજય વિનયવિજયગણિના વિદ્યાગુરુ ગણાય છે.
વાચ પદવી–વિનયવિજયગણિએ પિતાની કેટલીક કૃતિમાં કીર્તિવિજ્યને “વાચક' તરીકે ઉલ્લેખ કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ શ્રીપાલ રાજાને રાસ જે પૂર્ણ કર્યો તેના અંતમાં કીર્તિવિજયને “ઉવઝાય' (ઉપાધ્યાય) કહ્યા છે. આથી વાચક' એટલે ઉપાધ્યાય” એમ ફલિત થાય છે. આપણું ચરિત્રનાયક પણ વાચકની યાને ૧ એમને હીરવિજયસૂરિએ સેમવિજય, ધનવિજય વગેરે ૧૭ જણની સાથે
અમદાવાદમાં વિ. સં. ૧૬૩૧માં દીક્ષા આપી હતી. આ કીર્તિવિજયગણિએ પ્રશ્નોત્તરસમુચ્ચય યાને હીરપ્રશ્નની તેમ જ વિજયાનન્દસૂરિના આદેશથી વિ. સં. ૧૬૯૦માં વિચારરત્નાકર ચાને વિશેષ સમુચ્ચયની સંકલના કરી હતી આ બંને કૃતિઓ અનુક્રમે હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૭માં અને “. લા. જે. પુ. સરથા” તરફથી ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે. ૨ જુઓ શાંતસુધારસની પ્રશસ્તિ (લે. ૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org