SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય-સૌરભ [ લતા ૩૪ લતા ૩૪ : પ્રત્યાખ્યાન વિચાર આ બે ઢાલમાં ગુજરાતીમાં રચાયેલી કૃતિ છે. એમાં પ્રત્યાખ્યાન વિષે માહિતી અપાયેલી છે. પહેલી ઢાલમાં ૧૨ કડી અને બીજીમાં ૧૭ કડી છે. આમ કુલે ૨૯ કડી છે. ઠાણમાં અનામતાદિ દસ પ્રત્યાખ્યાન ગણાવતાં “અહાને દસ પ્રકાર કહ્યો છે. એના દસ ઉપપ્રકારે કનેકારસી ઇત્યાદિ અહીં દર્શાવાયા છે. સાથે સાથે એ પ્રત્યેકના આગારની સંખ્યા જણાવી ક્યાં ક્યાં પ્રત્યાખ્યાન ચઉવિહારાદિ છે તે કહી આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારે તેમ જ ચઉવિહાર, તિવિહાર અને દુવિહારનો એ સાથે સંબંધ સૂચવી પહેલી ઢોલ પૂર્ણ કરાઈ છે. બીજી ઢાલમાં શ્રાદ્ધવિધિ અનુસાર અનાહાર ગણાતી ચીજોનાં નામ અપાયાં છે. લતા ૩પ : મરુદેવી માતાની સઝાય આ ગુજરાતી કૃતિમાં સાત કડી છે. અંતિમ કડીમાં ‘વિનયવિજય ૧ આ “જૈન શ્રેપસ્કર મંડળ” તરફથી ઇ. સ. ૧૯૧૫માં પ્રકાશિત પંચ પ્રતિકમણાદિ સૂત્રાણિ (પૃ. પર૫પર)માં છપાવાયેલ છે. ૨ આ નામ પહેલી ઢાલની પ્રથમ કડીના આધારે મેં ક્યું છે. કેટલાક વિચારને બદલે સજઝાય' કહે છે. ૩ આને માટે પાય શબ્દ પચ્ચકખાણ છે. ગુજરાતીમાં એને બદલે કેટલાક “પચખાણુ” શબ્દ વાપરે છે. ૪ આને પાઇયમાં નવકારસહિય અને સંસ્કૃતમાં “નમસ્કારસહિત કહે છે. ૫ આ પાઈય શબ્દ છે. એને સંસ્કૃતમાં આકાર કહે છે. એનો અર્થ અપવાદ યાને છૂટ છે. ૬-૮ આને અનુક્રમે ચતુર્વિધાહાર, ત્રિવિધાહાર અને દ્વિવિધાહાર કહે છે : ૯ આ કૃતિ “શ્રી મેહન-અમૃત પ્રાચીન સ્તવન સજઝાય દેવવંદનમાલાદિ સંગ્રહ” જે ગાંડાલાલ ભૂદરદાસ પારેખે વીર સંવત ૨૪૭૬માં છપાવેલ છે તેમાં પૃ. ૪૩૪માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy